મુંબઈમાં ચિકનગુનિયાના કેસમાં ૨૦૦ ટકાનો વધારો જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૬૫ કેસ સામે ૨૦૨૪મા ફક્ત ૪૬

Latest News આરોગ્ય દેશ

મહારાષ્ટ્રમાં હાલમા ચિકનગુનિયાના કેસમા વધારો જોવા મળી રહ્યો છે, ગયા વર્ષે ૧,૧૮૯ કેસ સામે આ વર્ષે ૧,૫૧૨ કેસ નોંધાયા છે.મુંબઈમાં ચિકનગુનિયાના કેસમા ગયા વર્ષની સરખામણીએ હાલમા ૨૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે., ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૬૫ કેસ નોંધાયા છે, જે ૨૦૨૪ના સમાન સમયગાળામાં ફક્ત ૪૬ હતા

પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર, મે મહિનામાં વરસાદની શરૂઆતથી વેક્ટર-જન્ય રોગોના ફેલાવા માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, જેના કારણે આ વધારો થયો છે.

ચિકનગુનિયા વાયરસને કારણે થાય છે, જે ચેપગ્રસ્ત માદા મચ્છરો, મુખ્યત્વે એડીસ એજીપ્તી અને એડીસ આલ્બોપિક્ટસના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસ દરમિયાન સક્રિય હોય છે અને ડેન્ગ્યુ અને ઝિકા વાયરસ પણ ફેલાવી શકે છે. એકંદરે મૃત્યુદર ઓછો છે, પરંતુ ગંભીર લક્ષણો શિશુઓ અને વૃદ્ધોને અસર કરી શકે છે.

ચિકનગુનિયાના લક્ષણો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જ હોય છે. જેમાં સામાન્ય રીતે અચાનક તાવ આવવો, સાંધામાં તીવ્ર દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, થાક અને શરીર પર ચકામાનો સમાવેશ થાય છે. ચેપ સામાન્ય રીતે પોતાની જાતે જ ઠીક થઈ જાય છે, પરંતુ સાંધાનો દુખાવો લાંબો સમય, ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ચાલુ રહે છે જે દર્દીને અશક્ત કરે છે. તાવ અને સાંધાના દુખાવામાં રાહત માટે સારવાર આપવામાં આવે છે, કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવાઓ ઉપલબ્ધ નથી. બે રસીઓ મંજૂર કરવામાં આવી છે પરંતુ તેનો વ્યાપક ઉપયોગ થતો નથી.

મોટે ભાગે ચોમાસા પછી જ્યારે મચ્છરોની વસ્તી વધુ હોય ,ત્યારે ચિકનગુનિયા ચક્રીય અને ઋતુગત પેટર્ન પ્રમાણે, દર ચારથી આઠ વર્ષે રોગચાળો ફેલાય છે. નિવારક પગલાંઓમાં સંગ્રહિત પાણીનો યોગ્ય નિકાલ કરીને,અને લાંબી બાંયના કપડાં પહેરવા, મચ્છરોના પ્રજનન સ્થળો ઘટાડવાનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિક સત્તાવાળાઓ જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યા છે, ગંદા પાણી સામે કાયદા લાગુ કરી રહ્યા છે અને પ્રજનન સ્થળોને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *