નિર્દોષ પારેવડા ના પ્રાણ જ્યારે હજારોની સંખ્યામાં તળફળી – તલફળી પટકાય ને દાણા- પાણી વગર છૂટી રહ્યા છે ત્યારે જેના હૃદયમાં શ્રી રામ વસ્યા હોય શ્રી વીર વસ્યા હોય તેણે મૂક પ્રેક્ષક બની બેસી રહેવું એ રોમ ભડકે બળતું હતું ને નીરો ફીડલ વગાડતો હોય એવું બેહૂદુ છે. “દયા ધરમ કા મૂલ હૈ” – “અહિંસા પરમો ધર્મ” ને આત્મસાત રાખી ને જીવતી પ્રજા.. આવા સમયે રાષ્ટ્રધર્મ અદા ન કરે તો અપરાધ છે. દેશને આફતની આગમાં આ ભયાનક હિંસા આગળ વધી લઈ ન જાય એ માટે દેશ પ્રેમીઓએ જાગવું જરૂરી છે. કોયનાના ભૂકંપ પાછળ સાયન્ટિફિક કારણ તે વખતે પેપરમાં આવ્યું હતું.” કપાતા જીવોના ચિત્કાર” આ મૂંગા જીવો મરી રહ્યા છે ત્યારે બોલતા માણસો જાગો. યોગ્ય રીતે સરહદમાં રહી બધું જ કરી છૂટો. પરદેશમાં એક કેસ બન્યો હતો. ઓફિસમાં સહકર્મચારી સિગરેટ પીતો એક લેડી કર્મચારીને કેન્સર થયું એવો કોર્ટમાં આ વ્યક્તિને દોષિત બતાવશે કોર્ટ પૂરતી તપાસને તારણ કાઢી એ બેનને જંગી રકમ અપાવી. આવી સિગરેટો જાહેરખબરી સાથે સરેઆમ વેચાય છે. ટાટા હોસ્પિટલ કેન્સરના કેસો મોટે ભાગે માવા મસાલા તંબાકુના છતાં એ ઠેર ઠેર લટકે છે. પરમીટ રૂમને ઠેર ઠેર દુકાનોમાં દારૂ મળે છે. બીયરબારોને પરમિશન મળે છે. આ બધા શરીરને ફાયદો કરતા હશે?? એને માટે કોઈ નથી.. દેશ આપણો- સરકાર આપણી કબૂતરો આપણા.. આપણે ચૂપ કેમ બેસી રહયા. કદાચ આપણે ય પાપમાં તો પડતા નહીં હોઈયેને.. કેમકે પડોશીનું ઘર ચોરો લૂંટવા આવે ને આપણે જોયા કરીએ તો આપણે પડોશી ધર્મ ચુક્યા કહેવાઇયે . તો આ નિર્દોષ બિચારા પારેવડા કબૂતરો ભૂખ્યા તરસ્યા પટકાય પટકાઈને મરી જતા જોઈ આપણે કશું ન કરીએ??? માનવ ધર્મ ચૂક્યા કહેવાય કે નહીં?? એક કબૂતર માટે પ્રાણહોડમાં મૂકનારા મેઘરથ રાજા જે દેશમાં થયા હોય એક કબૂતરને મારીને બનાવેલી દવા છાની રીતે પુત્રોએને વૈદ્યે આપી એ જાણી અગ્નિસ્નાન કરનારા જે દેશના આદર્શ હોય એ દેશના દેશવાસીઓને એટલે કે મુંબઈ વાસીઓને.. હવે હદ થાય છે.
અબ સરહદ પે ચલો.. ચલ સકો તો ચલો.. મુડદેમેં મુમેન્ટ નહીં આતી. અગર જીંદે હે તો બંધે ન રહો. ડર કે કિસી લાલચ કે કિસી રિશ્તો સે.. “બેઠા હૈ જગન્નાથ ઉઠો સબ એક સાથ”
