સતત બીજા દિવસે વરસાદી માહોલ, વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે, સરેરાશ પોણા બે ઈંચ વરસાદ..

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.સોમવારે સવારે ૧૧થી ૧૨ના એક કલાક દરમિયાન પૂર્વના ચકુડીયા, ઓઢવ,વિરાટનગર,નિકોલ સહીતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં બે ફુટ સુધીના વરસાદી પાણી ભરાયા હતા.સવારના છ થી રાતના ૮ કલાક સુધીમાં વિરાટનગર,મેમ્કો અને રાણીપમાં બે ઈંચ વરસાદ પડયો હતો. સરેરાશ ૨૧.૮૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૨૬.૧૩ ઈંચ વરસાદ થયો હતો. સોમવારે શહેરના વીસ સ્થળોએ બે કલાકથી વધુ સમય વરસાદી પાણી ભરાયેલા રહયા હતા.લાંભામાં આવેલી ગણેશનગર મ્યુનિસિપલ શાળા પાસે સોમવારે બે ફુટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

રવિવારે દિવસભર વરસાદ પડયા પછી સોમવારે ફરી એકવખત શહેરમાં સવારથી જ ઝરમર વરસાદની શરુઆત થઈ હતી.સવારે ૧૧ કલાકે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા પછી જગતપુર,ગોતા,રાણીપ, નવા વાડજ સહીતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.રવિવારે શહેરમાં સરેરાશ ૩.૭૫ ઈંચ વરસાદ થયો હતો.જયારે રામોલ,મણિનગર વિસ્તારમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડયો હતો.સોમવારે સવારે ગોરંભાયેલા વાતાવરણની વચ્ચે શરુ થયેલા વરસાદને પગલે પાલડી, ઉસ્માનપુરા, ચાંદખેડા ઉપરાંત ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળતા કામકાજ માટે જઈ રહેલા વાહન ચાલકોને વરસાદી પાણી ભરાયેલા રસ્તાઓ ઉપરથી પસાર થવુ પડયુ હતુ. ૨૫થી ૨૮ જુલાઈ સુધીમાં ફાયર વિભાગને શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવા અંગેના કુલ દસ કોલ મળ્યા હતા.જો કે કોર્પોરેશને સોમવારે વરસાદને લગતી કોઈ વિગત સત્તાવાર રીતે મોડી રાત સુધી જાહેર કરવાનુ યોગ્ય માન્યુ નહોતુ.વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૨૬ ફુટ નોંધાયુ હતુ.બેરેજના ગેટ નંબર-૨૫થી ૨૭ ૩.૫ ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

શહેરમાં કયાં-કેટલો વરસાદ?

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૩૨.૫૦

ઓઢવ          ૪૧.૦૦

વિરાટનગર     ૫૧.૦૦

નિકોલ          ૨૭.૫૦

રામોલ         ૧૯.૫૦

કઠવાડા        ૧૧.૦૦

પાલડી         ૧૩.૦૦

ઉસ્માનપુરા     ૩૨.૦૦

ચાંદખેડા        ૨૧.૦૦

રાણીપ         ૪૮.૦૦

સાયન્સ સિટી   ૨૨.૫૦

ચાંદલોડીયા    ૩૭.૦૦

દાણાપીઠ       ૨૦.૦૦

દુધેશ્વર         ૪૫.૦૦

મેમ્કો           ૫૦.૦૦

નરોડા          ૨૨.૦૦

કોતરપુર       ૧૧.૦૦

મણિનગર      ૨૧.૦૦

સરેરાશ         ૨૧.૮૩

વરસાદી પાણી કયાં-કયાં ભરાયા?

અમદાવાદમાં વીસ સ્થળે બે કલાકથી વધુ સમય વરસાદી પાણી ભરાયેલા રહયા હતા.

-કલશ એપાર્ટમેન્ટ,થલતેજ

-એપલવુડ,સરખેજ

-મકરબા પોલીસ હેડ કવાટર્સ.સરખેજ

-માણેકબાગ,નવરંગપુરા

-ભરવાડવાસથી વિદ્યાનગર,વસ્ત્રાલ

-ઓઢવ ફાયર સ્ટેશન,ઓઢવ

-મધુમાલતી આવાસ,નિકોલ

-ચમનપુરા સર્કલ, અસારવા

-મહાલક્ષ્મી તળાવ,વટવા

-ગુજરાત ઓફસેટ,વટવા

-છીપા સોસાયટી,બહેરામપુરા

-એકતાનગર,દાણીલીમડા

– ઉત્તમનગર,મણિનગર

-પીરકમાલ ચાર રસ્તા,દાણીલીમડા

-હાટકેશ્વર સર્કલ,ખોખરા

-મોની હોટલ,ઈસનપુર

-કમલા નહેરુ સોસાયટી,બહેરામપુરા

-સરદાર સોસાયટી,બહેરામપુરા

-નારોલ ગામ,લાંભા

-ગણેશનગર,લાંભા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *