દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો…

ચાંગોદરના સરસ્વતીનગરમાંથી દવાખાનું ચલાવતો ૧૨ પાસ બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દવાખાનામાંથી એલોપેથિક દવા તથા મેડિકલ સાધનો મળી રૂ.૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ચાંગોદર કેનાલ પાસે સરસ્વતીનગરમાં બોગસ ક્લિનિક ચલાવતા શખ્સને પકડી પાડયો છે. આરોપી રમેશ સુશેનચંન્દ્ર બિસ્વાસ (મૂળ રહે. […]

Continue Reading

તમે કરો છો શું..’ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર બગડ્યાં

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહી ખખડાવ્યા હતા.શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે. ડ્રેનેજ બેક મારવાની પણ અનેક ફરિયાદો છે એ કયારે હલ થશે. બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના કડક વલણનો અનુભવ અધિકારીઓએ કર્યો હતો.બેઠકમાં મોડા પહોંચનારા ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને […]

Continue Reading

ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને એમસીઝેડએમએ એ મંજૂરી આપી…

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બનાવવામાં આવનાર ઉત્તન-વિરાર સી લિંક પ્રોજેક્ટને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (એમસીઝેડએમએ) એ મંજૂરી અપી છે. થાણે જિલ્લાના ઉત્તન અને પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર ખાતે ત્રણ કનેક્ટર્સ ધરાવતો પ્રસ્તાવિત સી લિંક ૯ એપ્રિલે એમસીઝેડએમએ ને સુપરત કરવામાં આવ્યો હતો અને ૧૧ જુલાઈએ તેને મંજૂરી આપવામાં આવી હતી. […]

Continue Reading

ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા..

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૫ વખત દાવો કરી ચુક્યા છે કે તેમના કહેવાથી ભારત-પાક. યુદ્ધ અટક્યું, આ મુદ્દે હવે રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદીમાં ઇંદિરા ગાંધી જેટલી નહીં પણ તેનાથી માત્ર ૫૦ ટકા જેટલી પણ હિમ્મત હોય તો કહી દે કે […]

Continue Reading

રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાના મોજા કિનારે પહોંચતા સુનામીનું એલર્ટ..

રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. અમેરિકા-જાપાન સુધી એલર્ટ  રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી […]

Continue Reading

રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર…

બોરસદ તાલુકાના અલારસા ગામના રેવાપુરી સીમ વિસ્તારમાં ૧૦ વર્ષથી રસ્તાના અભાવે ૪૦૦ જેટલા પરિવારો વીજળી, પાણી, બીમારી, રસ્તા સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં રસ્તાના અભાવે ડાઘૂઓ કિચડમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે. અલારસા ગામના રેડવગો રેવાપુરી સીમમાં વર્ષોથી જર્જરિત કાચા રસ્તા પર ડામર કામ થયું નથી. ત્યારે બાપાસીતારામ મઢૂલીથી નહેર તરફ […]

Continue Reading

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને આખરે પ્રમોશન મળ્યું, સહાયક પોલીસ કમિશનર તરીકે નિયુક્ત; પરંતુ, બે દિવસમાં નિવૃત્ત થશે

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રખ્યાત વરિષ્ઠ પોલીસ અધિકારી દયા નાયકને આખરે સહાયક પોલીસ કમિશનર (ACP) પદે બઢતી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેમને નિવૃત્તિના બે દિવસ પહેલા જ આ પ્રમોશન મળ્યું છે. તેઓ 31 જુલાઈ 2025 ના રોજ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. દયા નાયક હાલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 ના […]

Continue Reading

વિવાદાસ્પદ નિવેદનો પર મંત્રીઓને મુખ્યમંત્રીની અંતિમ ચેતવણી, મુખ્યમંત્રીની ભારે નારાજગી…

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિના તમામ મંત્રીઓ અને રાજ્ય સરકારમાં પોસ્ટ કેબિનેટમાં તેમના સાથીદારોને કડક ચેતવણી આપી હોવાના અહેવાલ છે. કેબિનેટ બેઠક બાદ મંત્રીઓ સાથે આયોજિત એક ખાસ બેઠકમાં મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી અને મંત્રીઓને ચેતવણી આપી. મુખ્યમંત્રી ફડણવીસે તેમને વિવાદાસ્પદ નિવેદનો ટાળવા, મીડિયા સાથે વાતચીત ઓછી કરવા અને જો કોઈ વિવાદાસ્પદ કાર્યવાહી કરવામાં આવે તો […]

Continue Reading

મુંબઈ-ગોવા હાઈવે પર રત્નાગીરી પાસે એલપીજી ટેન્કર પલટી ગયું, ગેસ લીકેજથી ગભરાટ, હાઈવે પર ટ્રાફિક જામ

મુંબઈ-ગોવા હાઈવે પર રત્નાગીરી પાસેહાથખંબા ખાતે એલપીજી ગેસ લઈ જતું ટેન્કર અકસ્માતગ્રસ્ત થયું છે. ટેન્કર પુલ પરથી પડી ગયું અને અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો. આ ઘટના ૨૯ જુલાઈની રાત્રે બની હતી. ઘટનાની માહિતી મળતા જ એમઆઇડીસી રેસ્ક્યુ ટીમે અકસ્માત બાદ ગેસ લીકેજને અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. આ સાથે, વહીવટીતંત્રે નજીકના નાગરિકોને […]

Continue Reading

કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ…

કઠલાલ તાલુકામાં ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં શાળાના આચાર્યને કપડવંજ કોર્ટે ૬ વર્ષની કેદની સજા ફટકારી રૂા. એક લાખના દંડનો હુકમ કર્યો છે.  કઠલાલ તાલુકાના પીઠાઈ ગામના અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ. ૪૬) તાલુકાના એક ગામની શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો હતો. તા. ૩૧-૮-૨૦૨૪ના રોજ સવારે ૮ વાગ્યાના સુમારે તથા અગાઉ બે મહિના […]

Continue Reading