દ્વારકાના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર

દ્વારકાના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ, શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર

મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ સંવેદનશીલ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં ઓખા મરીન ટાસ્ક ફોર્સ (MTF) દ્વારા વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓખાનો દરિયાકાંઠો બંદરો, જેટીઓ, ઔદ્યોગિક એકમો તથા અન્ય વ્યૂહાત્મક મહત્વ ધરાવતાં સ્થળોને કારણે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. આથી સુરક્ષા એજન્સીઓ દ્વારા નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન તેમજ ઓખાના ડીવાયએસપી કે.પી. પારેખની આગેવાની હેઠળ મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન દરિયાકાંઠા તથા ટાપુઓ નજીકની શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ, બોટો તેમજ અન્ય ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તથા અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન વિવિધ માછીમારી વસાહતોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. દરિયામાં કે દરિયાકાંઠે કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં આવું પેટ્રોલિંગ અને સતત દેખરેખ યથાવત્ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો અને નાગરિકોના સહયોગથી દરિયાઈ સુરક્ષા ચક્રને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...