કેરલમથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ત્રિશૂર જિલ્લામાં શુક્રવારે મોડી રાતે તમિલનાડુના એન્જિનિયરિંગ ભણતાં 8 વિદ્યાર્થીઓ એક ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટી ગયા.
અકસ્માતની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે અકસ્માત સર્જાયો ત્યારે ટ્રક તો ઊભી જ હતી. પરંતુ કાર તેમાં આવીને ઘૂસી ગઇ હતી જેના કારણે ધડાકાભેર ટક્કર થઇ હતી અને 8 વિદ્યાર્થીઓને મોતને ભેટી ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને પણ બચાવી શકાયો નહોતો.
