અમદાવાદમાં પણ ‘જેન ઝી’ ધરણાં-પ્રદર્શન કરવા રસ્તે ઉતરશે

અમદાવાદમાં પણ ‘જેન ઝી’ ધરણાં-પ્રદર્શન કરવા રસ્તે ઉતરશે

ચૂંટણી માટેની સરની પ્રક્રિયામાં વોટર્સ નામ ડિલિટેશન મુદ્દે ઈલેક્શન કમિશન અને કેન્દ્ર સરકાર સામે ઊભો થયેલો વિરોધ હવે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે ડેમોક્રેસી મુદ્દે વિરોધનો દાવાનળ અને વિરોધની આગ હવે અમદાવાદમાં પણ જોવા મળશે. આજે (10મી ઓક્ટોમ્બર) સાંજે અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે મોટી સંખ્યામાં યુવા સંગઠનો તેમજ જેન-ઝી યુવાનો એકઠા થશે અને ડેમોક્રેસીના હનનની ફરિયાદ સાથે કેન્દ્ર સામે દેખાવો કરશે.

લોકશાહી બચાવવાની માંગ સાથે કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ અને સીજેપી તેમજ જેન ઝીએ જ્યાં મોરચો માંડ્યો છે. ત્યારે 10મી ઓક્ટોમ્બરએ દિલ્હીમાં જંતર-મંતર ખાતે થનાર ઉગ્ર આંદોલનની અસર અમદાવાદમાં પણ જોવા મળશે. અમદાવાદમાં આજે સાંજે 6:30 વાગે આશ્રમ રોડ ખાતે એમ.જે.લાઈબ્રેરી પાસે મોટી સંખ્યામાં યુવાનો તેમજ વિવિધ સંગઠનોના કાર્યકરો એકઠા થશે. જેમાં એનએસયુઆઈ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોથી માંડી એસએફઆઈ, એસવાયસીએ, આરડીએએમ, એનએપીએમ, એઆઈએમએસએસ, ડીવાયએફ તથા એમએસડી સહિતના સંગઠનો પણ આ દેખાવામાં જોડાશે. જેન ઝી યુવાનો ઉપરાંત લેફ્ટ વિંગના વિવિધ સંગઠનો કાર્યકરો સાથે અંદાજે 400થી 500 લોકો આ દેખાવોમાં એકઠા થાય તેવી શક્યતા છે.

ડેમોક્રેસી અગેઈન્સ્ટ ડિલિટેશનના નારા સાથે થનારા દેખાવો લઈને સરકાર-પોલીસ પણ એલર્ટ મોડમાં છે અને આજે દિલ્હીમાં થનારા આંદોલનમાં અમદાવાદમાંથી યુથ કોંગ્રેસ-એનએસયુઆઈના નેતાઓ ન જોડાય અને દિલ્હી ન જાય તે માટે આજે સવારથી જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કેટલાક નેતાઓ-કાર્યકરોને હાઉસ કોર્ડન કરાયા હતા તો કેટલાકની અટકાયત પણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...