તેલંગાણામાં એમડીની ફેક્ટરીનો પર્દાફાશ, મીરા- ભાયંદર વસઈ-વિરાર પોલિસની ક્રાઇમ બ્રાન્ચ-૪ એ કાર્યવાહી કરી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મીરા રોડમાં તેલંગાણા રાજ્યમાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું છે.મીરા- ભાયંદર વસઈ-વિરાર પોલિસની ક્રાઇમ બ્રાન્ચ સેલ ૪ ની ટીમે તેલંગાણા રાજ્યમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડીને કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. પોલીસે મીરા રોડમાં ડ્રગ્સનો વેપાર કરતી 10 લોકોની ગેંગની ૮ ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. આ […]

Continue Reading

મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગવાથી એકનું મોત, ચાર લોકો ગંભીર ઘાયલ

મુંબઈમા ગણેશ વિસર્જનના ઉત્સાહ વચ્ચે સાકીનાકા વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની છે. શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જન યાત્રા ખૈરાણી રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રોલી હાઈ ટેન્શન વાયરથી અથડાઈ ગઈ. એક યુવકનું મોત થયું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના શનિવારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ બની હતી. એસજે સ્ટુડિયોની […]

Continue Reading

હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા 10 કિલોમીટરનો જામ

વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપરના બ્રિજો પાસે ખાડાઓ પડી જતા ટ્રાફિક જામની વધુ એક સમસ્યા સર્જાઈ છે. જેને કારણે વાઘોડિયા ચોકડી પર આજે 10 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો હતો. વડોદરા કરજણ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા બે વર્ષથી સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે 10 થી 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે […]

Continue Reading

5 ભૂલ સુધારી લેજો નહીંતર થશે બ્લડ કેન્સર, વિજ્ઞાનીઓએ કહ્યું – ગમે ત્યારે લોહી નીકળશે

કેન્સર એક ખતરનાક અને જીવલેણ બીમારી છે જેના ઘણા પ્રકારો છે. કેન્સરનો એક પ્રકાર બ્લડ કેન્સર છે, જેને લ્યુકેમિયા પણ કહેવામાં આવે છે. તે અસ્થિ મજ્જા(Bone Marrow)થી શરુ થાય છે, જ્યાં બ્લડ સેલ્સ બને છે. જ્યારે સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તે નોર્મલ બ્લડ સેલ્સના કાર્યમાં વિક્ષેપ લાવે છે. આ જ કારણે શરીરમાં […]

Continue Reading

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા

અમદાવાદ મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમં રેકોર્ડ તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર જોવા મળ્યા હતા. અમદાવાદ ખાતે આજે સોનું રૂા. ૧,૧૦,૦૦૦ ની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૩૫૪૨થી ૩૫૪૩ ડોલરવાળા આજે ઉંચામાં ભાવ ૩૫૬૧થી ૩૫૬૨ થઈ ૩૫૪૯થી ૩૫૫૦ ડોલર રહ્યા હતા. […]

Continue Reading

મલિકને આપેલી ક્લીનચીટ સામે સમીર વાનખેડેની બહેને વિરોધ અરજી દાખલ કરી

વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અને એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે પોલીસ એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક સામેની તેમની માનહાનિની  ફરિયાદની તપાસ કોઈપણ નિષ્પક્ષતા વિના કરવામાં નિષ્ફળ રહી છે.આ મામલાની આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરે થશે. યાસ્મીને વધુમાં દાવો કર્યો હતો કે તપાસ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી મલિક દ્વારા પ્રભાવિત અને […]

Continue Reading

બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો…

 બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી ગઢડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છ વ્હીલવાળો ટ્રક ઝડપી પાડયો હતો. જોકે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો. ગઢડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી પસાર થઈ રહેલ છ વ્હીલ વાળો ટ્રક નંબર જીજે-૩૮-ટીએ-૫૨૩૩ વિદેશી […]

Continue Reading

વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17.68 ફૂટે પહોંચી : નદીનું ભયજનક લેવલ 26 ફૂટ

વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી હજુ 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17.68 ફૂટે પહોંચી હતી. ગઈકાલે સવારે વિશ્વામિત્રીનું લેવલ 11.51 ફૂટ હતું, એટલે કે 24 કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક […]

Continue Reading

જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા

 રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે, આખું મકાન થોડી જ ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયુ છે, જ્યારે બીજી તરફ 7 લોકો કાટમાળમાં દટાયા હતા. […]

Continue Reading

‘અમે દિલથી આભાર માનીએ છીએ…’ ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી, જેમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Continue Reading