એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ…

ચોમાસાની ઋતુના પગલે ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો થયો છે, જેના કારણે મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની કતાર લાગી રહી છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક માસમાં એટલે કે ગત જુલાઈ માસમાં પાણીજન્ય બિમારીના કુલ પ૧૯૬ કેસ નોંધાયા છે, જેમાં પાણીજન્ય બીમારીમાં ઝાડા, તાવ, કોલેરા, શરદી-ઉઘરસ […]

Continue Reading

ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે અપાતી સહાય મુદ્દે નવો ઠરાવ કરવામા આવ્યો હતો. જે અનુસાર, આ વર્ષથી ડિપ્લોમા કોર્સીસમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ લેતા આ જાતિના વિદ્યાર્થીઓને સહાય નહીં આપવાની જોગવાઈ કરાઈ હતી. જેને પગલે ભારે વિરોધ […]

Continue Reading

અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા

અમદાવાદમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોઈ અન્ય નહીં પરંતુ, AMCના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના […]

Continue Reading

‘Go Back To India…’, હવે આયરલેન્ડમાં 6 વર્ષની બાળકી પર હુમલો, માતાએ સંભળાવી આપવીતી

ભારતીય મૂળની 6 વર્ષની એક બાળકી પર આયર્લેન્ડના વોટરફોર્ડ શહેરમાં વંશીય હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે (4 ઓગસ્ટ) સાંજે ઘરની બહાર રમતા સમયે અમુક છોકરાઓએ તેને ઘેરીને ‘ગો બેક ટુ ઇન્ડિયા’ કહીને ઢોર માર માર્યો. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર સાઇકલ મારી અને તેના ચહેરા પર પણ […]

Continue Reading

ઘાનામાં મોટી દુર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતાં સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રી સહિત 8 લોકોના ગયા જીવ

ઘાનામાં બુધવાર સાંજે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઘાનાના સંરક્ષણ મંત્રી અને પર્યાવરણ મંત્રીનું મોત થયું. આ માહિતી ઘાનાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી. જણાવાયું છે કે આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે સેનાનું હેલિકોપ્ટર રડારથી લાપતા થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરના પાયલટ ટીમના ત્રણ લોકો અને પાંચ મુસાફર સવાર હતા. સંરક્ષણ મંત્રીને લઈ […]

Continue Reading

પાકિસ્તાન હવે ટ્રમ્પના નક્શે કદમ પર : 13 લાખ અફઘાનિસ્તાનીઓને કાઢી મૂકશે, 1 સપ્ટેમ્બરથી કવાયત શરૂ

પાકિસ્તાનમાં રહેતા લાખો અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવામાં આવશે, જેની કવાયત 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન એવા અફઘાનિસ્તાની નાગરિકોને પરત મોકલી રહ્યું છે કે જેમની પાસે પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન કાર્ડ છે અને શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં વર્ષોથી રહેતા આવ્યા છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન આશરે 13 લાખથી વધુ અફઘાનિસ્તાનીઓને કાઢી મુકશે. ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકન […]

Continue Reading

હજુ તો સેકન્ડરી ટેરિફ ઝીંકવાનો બાકી છે…’ 50% ટેરિફ લાદ્યા બાદ પણ ટ્રમ્પે ભારતનું ટેન્શન વધાર્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય બીજા ‘સેકન્ડરી સૈંક્શન’ લગાવવાનો સંકેત આપ્યો છે. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય સમય મુજબ, 8 કલાક પહેલાં જ તેમણે ભારત પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. એક રિપોર્ટરે જ્યારે પૂછ્યું કે, ચીન જેવા અન્ય દેશ પણ તો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે, […]

Continue Reading

મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા….

બિહારના જમુઈમાં કામ કરતાં એક પ્લમ્બરના ખાતામાં અબજોના અબજો રૂપિયા જમા થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જો કે આમ છતાં બેન્કે તેનું ખાતુ સ્થગિત કરી દેતા તે પોતાના પિતાની સારવાર પણ કરાવી શકતો નથી તેવી તેની સ્થિતિ છે.આમ દહાડિયો મજૂર બેન્ક બેલેન્સની રીતે વિશ્વના સૌથી ધનવાન ઇલોન મસ્કને પણ પાછળ છોડી દીધો છે. […]

Continue Reading

મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડનુ નુકસાન થશે

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી.બેઠકના અંતે એલિસબ્રિજના ધારાસભ્યે કહયુ, એ.એમ.ટી.એસ.માં  ૨૨૫ ઈલેકટ્રિક બસ ચલાવવા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૪નો ભાવ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રુપિયા ૨૩૨ કરોડનુ આર્થિક નુકસાન થશે.મારા મત વિસ્તારમાં બે બ્રિજ બની રહયા છે.જેના ડિઝાઈન અંગે મેં માહીતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ […]

Continue Reading

મહાયુતિની સરકારમાં ‘શીતયુદ્ધ’? એક જ પદ માટે બે આદેશ, ‘સીએમ-ડીસીએમ’ વિભાગમાં સંકલનનો અભાવ

સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે મોટી મૂંઝવણ સામે આવી છે. બેસ્ટના એડિશનલ જનરલ મેનેજર પદ માટે બે અલગ અલગ આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેને લઈને મહાગઠબંધન સરકારમાં શીતયુદ્ધ ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સામાન્ય વહીવટ વિભાગે આશિષ શર્માનું નામ આગળ મૂક્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શહેરી વિકાસ […]

Continue Reading