“તમારો દિવસ, તમારું ક્ષેત્ર, તમારો સમય, મને કહો ક્યાં આવું?”, સાંસદ નિશિકાંત દુબેને મનસે નેતાનો ખુલ્લો પડકાર

હિન્દી ભાષા અને મરાઠી વિરુદ્ધ અમરાઠી જેવા મુદ્દાઓ પર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. થોડા દિવસો પહેલા, મીરા ભાયંદરમાં મરાઠી વિરુદ્ધ અમરાઠી મુદ્દાઓ પર વેપારીઓની કૂચનો જવાબ આપવા માટે મનસે કાર્યકરોએ અમરાઠી વેપારીઓ સામે કૂચ કાઢી હતી. ત્યારબાદ શુક્રવારે મીરા ભાયંદરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં બોલતા રાજ ઠાકરે ફરજિયાત હિન્દી […]

Continue Reading

વિધાનસભાના ચોમાસા સત્રમા હુમલાની બે ઘટનાએ ધારાસભ્યોની છબી ખરડાય

વિધાનસભામા ચોમાસા સત્રમાં હુમલાની બે ઘટનાઓ ને કારણે તાજેતરના સમયમાં વિધાનસભા અને ધારાસભ્યોની છબી ખરડાય છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્યોના ગુસ્સાથી જનભાવના પ્રભાવિત થઈ છે તેવા કડક નિવેદનો આપ્યા પછી પણ, ધારાસભ્યોના વર્તનમાં ફેરફાર અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાની બે ઘટનાઓએ સત્રનો સ્વર બદલી નાખ્યો છે. હિંસાની ઘટનાને કારણે શેરી ગુંડાઓ અને […]

Continue Reading

દરિયામા તોફાની મોજાને કારણે ત્રણ બહેનો સહિત ચાર લોકો દરિયામાં ડૂબી ગયા

શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ રત્નાગિરીના અરેવેર ખાતે ફરવા ગયેલા ચાર લોકોના દરિયામાં ડૂબી જવાની કમનસીબ ઘટના બની. મૃતકોમાં ત્રણ બહેનો અને એક મહિલાનો પતિનો સમાવેશ થાય છે. વરસાદને કારણે દરિયો તોફાની હતો અને અણધાર્યા મોજાને કારણે ચારેય ડૂબી ગયા. સ્થાનિક વેપારીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ત્યાં સુધીમાં તેમના મોત થઈ ગયા હતા. ચારેયના […]

Continue Reading

ભયાનક અકસ્માત, અલ્ટો કારમાં સવાર ૭ લોકોના ઘટનાસ્થળે જ…

નાસિકના ડિંડોરીમાં એક ભયાનક કાર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ, ત્રણ પુરુષો અને એક બાળકનું મોત થયું છે. બાળકનો જન્મદિવસ ઉજવીને પરિવાર પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે એક ચોંકાવનારી ઘટના બની. નાસિકના ડિંડોરી-વાની રોડ પર મધ્યરાત્રિએ અલ્ટો કાર અને મોટરસાયકલ […]

Continue Reading

નવો ટ્રેન્ડ… ઘી -કોફી : કોફીમાં ઘી મિક્સ કરીને પીવાના અનેક આરોગ્ય ફાયદા

કેટલાક લોકો દિવસની શરૂઆત સવારે ઉઠતાની સાથે જ ચાના કપથી કરે છે તો કેટલાક લોકો સવારનાં પીણાં તરીકે કોફીનું સેવન કરે છે. આમ તો બજારમાં અનેક પ્રકારની કોફી ઉપલબ્ધ છે, પરંતુ આજકાલ ઘી કોફી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે. કોફીમાં ઘી મિક્સ કરીને પીવું થોડું અજીબ લાગશે, પરંતુ તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. […]

Continue Reading

જન્મ પહેલા જ જીતાયો જેનેરિક બિમારીઓ સામેનો જંગ…

બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનીકથી આઠ બાળકોને ગંભીર અને જીવલેણ બિમારીથી બચાવી લીધા છે, જે અત્યાર સુધી માત્ર એક સંભાવના માનવામાં આવી રહી હતી. આ ટેકનીકને ‘3 પર્સન આઈવીએફ’ કહેવામાં આવે છે, જેનો મતલબ છે કે એક બાળકના જન્મમાં ત્રણ લોકોના ડીએનએ (માતા-પિતા અને ડોનર)નો ઉપયોગ કરાયો હતો. આ જાણકારી ન્યુકેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બુધવારે આપી […]

Continue Reading

મકાન પર એલસીબીનો દારૂ અંગ દરોડો : 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો…

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ દારૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂના સપ્લાયને ફરાર જાહેર કરાયો છે. જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં મામા સાહેબના મંદિરની બાજુમાં રહેતા હિરેન રમેશભાઈ ડોડીયા નામના શખ્સ દ્વારા […]

Continue Reading

યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો !!!

જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા શોભનાબેન હસમુખભાઈ પીઠડીયા કે જેઓએ પોતાના ઘરના બારીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે દિવ્યરાજસિંહ ઝાલા અને તેના અન્ય બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિવ્યરાજસિંહના માતા સાથે ફરિયાદી શોભનાબેનને આજથી આઠ […]

Continue Reading

શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, અને બપોર દરમિયાન આકરો તાપ પડી રહ્યો હતો. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ આખરે આજે જામનગર શહેરમાં વાતાવરણ પલટાયું હતું, અને વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળાઓ ખડકાઈ ગયા હતા. ત્યારબાદ સવારે 10.00 વાગ્યાથી ઝરમર ઝરમર ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અને હજુ પણ […]

Continue Reading

મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન

અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉંમર 25)ની શુક્રવારે મોડી રાત્રે પ્રેમી દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પારિવારિક ઝઘડાને લઇને નજીવી બાબતે માથાકૂટ થતાં પ્રેમીએ આવેશમાં આવી ગળું દબાવી દીધું હતું. ત્યારે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપી દિલીપ ડાંગચીયા CRPF […]

Continue Reading