ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ડો.આનંદભાઈ ઐયરની ચાર વર્ષની દીકરી અનન્યાના બેંગાલુરુ ચેસ ઓપન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરામંગલા ઈન્ડોર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ઓપન-2025 ટુર્નામેન્ટમાં ભારત સહિત 11 દેશોમાંથી બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અનન્યાની રમતમાં ચેસ બોર્ડ પરનો નિર્ભય અભિગમ દરેક નિરીક્ષક માટે […]

Continue Reading

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો

અંકલેશ્વરના વાલીયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પોલીસને જાણ વિના દુકાનો બારોબાર ભાડે આપનાર દુકાન માલિકો સામે ભરૂચ એસઓજીએ સપાટો બોલાવી 7 દુકાન માલિકો તથા લેબર ફોર્મ નોંધણી ન કરાવનાર મોલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરતા અન્ય બેદરકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપીઓ સામે વધુ […]

Continue Reading

રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ

ભરૂચ રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા મહિલાની 15 વર્ષની પુત્રી ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે. મહિલાને સંતાનમાં એક પુત્ર તથા બે ટ્વીન્સ પુત્રીઓ છે. જે પૈકી સહુથી નાની પુત્રી સંગીતા (નામ બદલ્યું છે)માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર ચાલી રહી છે. ગઈકાલે સાંજે સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી સંગીતા ઘરેથી નીકળ્યા બાદ પરત આવી ન […]

Continue Reading

ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત…

મુન્દ્રાના જુના બંદર રોડ પર દાદાવાડી સામે બુધવારે સાંજે ક્રેઈનની અડફેટે આવી જતાં સાયકલ સવાર આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજયું હતું. ભારે વાહન થકી અવાર નવાર અકસ્માતના બનતા બનાવને લઈ આસપાસના લોકોમાં આક્રોશ સાથે માર્ગ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરી વાહનોનો ચક્કાજામ સર્જીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસે વાહન […]

Continue Reading

માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર

છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં આપઘાતના કેસમાં ચોંકવાનારી રીતે વધારો થઈ રહ્યો છે. એવામાં સુરતમાંથી ફરી એક આવા જ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને ઝેરી દવા પીવડાવી પોતે પણ એ જ ઝેરી દવા ગટગટાવીને જીવ ટૂંકાવી દીધો છે. મળતી માહિતી મુજબ, સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. 34 […]

Continue Reading

દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો…

ચાંગોદરના સરસ્વતીનગરમાંથી દવાખાનું ચલાવતો ૧૨ પાસ બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દવાખાનામાંથી એલોપેથિક દવા તથા મેડિકલ સાધનો મળી રૂ.૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ચાંગોદર કેનાલ પાસે સરસ્વતીનગરમાં બોગસ ક્લિનિક ચલાવતા શખ્સને પકડી પાડયો છે. આરોપી રમેશ સુશેનચંન્દ્ર બિસ્વાસ (મૂળ રહે. […]

Continue Reading

1.07 લાખની સીરપનો જથ્થો જપ્ત : તબેલામાં પરમિટ વગર જથ્થો રાખી વેચતો હતો

 તારાપુર તાલુકાના મિલરામપુરા ખાતેથી ગેરકાયદે નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે નશાકારક કફ સીરપની ૧૦૮૦ બોટલ કબજે લઈ તારાપુર પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારાપુર પંથકમાં નશા કારક કફ સીરપનો વેપાર છેલ્લા ઘણા સમયથી ફુલ્યો ફાલ્યો છે. તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં […]

Continue Reading

સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું…

મુળીના ધોળીયામાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની તપાસમાં શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો. તંત્રની ટીમે ૩૮ મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢી ૪-ટ્રેકટર, ૬-ચરખી, સાત કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત રૂા.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુળી તાલુકાના ધોળીયા ગામના […]

Continue Reading

અમદાવાદમાં પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડે છે ???

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની બુધવારે (30મી જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો સામેની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પરત્વે અસંતોષ વ્યકત કરી તેને હજુ વધુ કડક અને અસરકારક […]

Continue Reading

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ?

અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત હાલમાં રોપા-વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.   વૃક્ષ ઘટવા પાછળ વિવિધ પ્રોજેક્ટ માટે […]

Continue Reading