ચેક રીટર્ન કેસમાં આરોપીને છ માસની કેદ તથા દંડ ફટકારતી કોર્ટ…

લાલપુર તાલુકાના ધરમપુર ગામના રહેવાસી લાખાભાઇ રાણાભાઇ કરમુરને ભાણવડ તાલુકાના ચોખંડ ગામના રહેવાસી પંકજભાઇ કરણાભાઇ ભાટુએ રકમ રૂા. 3,50,000 વાળા બે ચેકો મળી કુલ રૂા. 7,00,000 ની રકમ વાળા બે ચેકો આ કામના ફરીયાદીને આપેલ હોય જે બંને ચેકો મુજબની રકમ વસુલાત માટે આ કામના ફરીયાદી સદરહુ બંને ચેકો પોતાની બેંકમાં જમા કરાવતા સદરહુ બંને […]

Continue Reading

SG હાઈવે પર YMCA થી કર્ણાવતી ક્લબ સુધીનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ

એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે અમદાવાદના એસ.જી હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ રહેશે. ગર્ડર લગાવવાની કામગીરી શરૂ થતાં ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આ માર્ગ પરથી દરરોજ અંદાજે 2 લાખ વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વધી શકે છે. વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાથી વાહનચાલકોને 1.5થી 2 […]

Continue Reading

જન્માષ્ટમીનો લોકમેળો સાત દિ’ યોજાશે…

ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પ્રતિવર્ષ ભાતીગળ લોકમેળો યોજાય છે.ગોંડલ શહેર ઉપરાંત તાલુકાનાં ગામડા અને કોટડા સાંગાણી,વિંછીયા સહિત વિસ્તારનાં લોકો મેળાનો આનંદ માણતા હોય છે.ત્યારે ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી નાં તહેવાર માં નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન મેળાકમીટી દ્વારા નક્કી કરાયુ છે. નગરપાલિકા કચેરી માં કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા નાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક માં પ્રમુખ […]

Continue Reading

89 વર્ષનાં ઇતિહાસમાં ભારત માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ જીતી શકયું નથી…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ઓલ્ડ ટ્રેફર્ડ (માન્ચેસ્ટર) ખાતે ટેસ્ટ શ્રેણીની 4થી ટેસ્ટનો શુભારંભ થવા જઇ રહ્યો છે .ભારત અત્યારે શ્રેણીમાં 2-1થી પાછળ ચાલી રહ્યું છે. લીડઝ ખાતેની પ્રથમ ટેસ્ટ ભારતે પાંચ વિકેટે  ગુમાવ્યા બાદ બર્મિંગહામ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતે 336 રનના જંગી માર્જીનથી ઇંગ્લેન્ડને પરાજીત કરીને શ્રેણી 1-1થી લેવલ કરી હતી. ત્યારબાદ લોર્ડઝ ખાતેની […]

Continue Reading

મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 4 લાખ વધી….

ગુજરાતમાં એક તરફ લેન્ડલાઈન ફોનનો યુગ સમાપ્ત થતો હોય તેવા સંકેત છે અને વધુને વધુ લોકો મોબાઈલ તેમજ તેમાં પણ ડબલ સીમનો ઉપયોગ ફરી એક વખત શરૂ થયો છે તે સમયે રાજયમાં મે માસમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 4 લાખ જેટલી વધી છે અને તેનો સૌથી મોટો લાભ રીલાયન્સ જીયોને મળ્યો છે. તો આશ્ચર્યજનક રીતે નંબર […]

Continue Reading

પોલીસ લોકોની અંગત જીંદગીમાં પણ દખલ દેવા લાગી છે?

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વૈવાહિક જીવનની તકરારના કેસમાં સામેલ થઈને તેમના અમાનવીય વર્તન અને અસંવેદનશીલતાને લઇ ભારોભાર ટીકા કરી હતી અને તેમને એક તબક્કે સસ્પેન્ડ, ટ્રાન્સફર કે નોન એકઝીકયુટીવ પોસ્ટમાં મૂકી દેવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટ દ્વાર જણાવવામાં આવ્યું હતું કે, આવા પોલીસ અધિકારીઓ સમાજ માટે જોખમી […]

Continue Reading

પાંચ વર્ષમાં 37.56 લાખ MSME નોંધાયા…

લ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 MSME બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના રોજ આ માહિતી આપી હતી. મંત્રીનાં નિવેદન અનુસાર, વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને MSME […]

Continue Reading

રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ ‘શરાબ પાર્ટી’ પર દરોડો…

અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. સાણંદમાં આવેલા ગ્લેડ 1 રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી. SMC ની માહિતીના આધારે સાણંદ પોલીસે મોટી દેવતી નજીક આવેલા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં 13 યુવકો અને 26 યુવતીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ […]

Continue Reading

10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા

આંકલાવના જાંબુડી અને ઇન્દિરા નગર વિસ્તારમાં આઈએચએસડીપી યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા ૩૩૬ જેટલા આવાસો પૈકી મોટાભાગના આવાસોની લાભાર્થીઓને ૧૦ વર્ષથી ફાળવણી નહીં કરતા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ સાથે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી. આંકલાવ નગરપાલિકામાં આઈએચએસડીપી હેઠળ કુલ ૪૧૬ આવાસો મંજૂર કરવામાં આવ્યા […]

Continue Reading

એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ…

 કપડવંજના એસટી બસ સ્ટેશનમાં ચાલુ વરસાદે છત પરથી ચારે બાજૂથી પાણી લિકેજ થતા મુસાફરો ભારે હાલાકીમાં મૂકાયા હતા. ત્યારે જર્જરિત છતથી અકસ્માત થાય તે પહેલા સમારકામ કરવા માંગણી ઉઠી છે. કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં આજે ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સવારે ચાલુ વરસાદમાં બસ સ્ટેન્ડની ચારે બાજૂ છતમાંથી પાણી પડી રહ્યું હતું. ત્યારે છત […]

Continue Reading