ચિંતાનો વિષય : ભારતીયોની થાળીમાંથી ફાઇબર ગાયબ : પોષણની ગંભીર સમસ્યા!!

કથળતી જતી જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે થાળીમાંથી ફાઇબર દૂર થઈ ગયું છે. આ કારણે લોકો પોષણની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આ દાવો કરનારા રિસર્ચ અનુસાર થાળીમાંથી ફાઇબરની ગેરહાજરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય બની રહી છે. હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)ના પ્રશિક્ષિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ […]

Continue Reading

સાબરમતી એકસપ્રેસમાં પ્રવાસી પાસેથી રૂા.1.80 કરોડની રોકડ જપ્ત…..

ગઈકાલે રેલવે સ્ટેશને જીઆરપીના ટ્રેનમાં ચેકીંગ દરમિયાન એક વ્યક્તિ પાસેથી અધધધ 1.80 કરોડની રોકડ મળી આવતા ખળભળાટ મચ્યો છે. પોલીસે આરોપી પાસે રોકડને લઈને દસ્તાવેજો માંગતા તે ન મળતા પોલીસે રોકડ હવાલાની માની જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પુછપરછમાં આરોપી આ રોકડ યુપીથી બિહાર પહોંચાડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સાબરમતી-દરભંગા એકસપ્રેસ ટ્રેનમાં […]

Continue Reading

નવા ઉપરાષ્ટ્રપતિ ભાજપ કેમ્પમાંથી જ પસંદ કરાય તેવી શકયતા…

ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા સાથે જ તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે અને સરકાર ટુંક સમયમાં જ આ પદ પર નવા ચહેરાને સ્થાન અપાશે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કે કોંગ્રેસના સાંસદ શશી થરૂર સહિત કોઈને ઉપરાષ્ટ્રપતિ પદે તક નહીં આપે અને માનવામાં આવે […]

Continue Reading

ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવાયા…

હળવદ બાજુથી વાહનમાં ઘેટાં ભરીને કતલખાને લઈ જવાતા ઘુટુ ગામે આવેલ સ્મશાન નજીક ગાડી માંથી 10 ઘેટા ભરવામાં આવેલા હતા અને તેના માટે કોઈ પાસ પરમિટ લેવામાં આવી ન હતી જેથી વાહન અને અબોલ જે મળીને કુલ 2 લાખની કિંમતના મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સ સામે ગુનો નોંધીને […]

Continue Reading

વેપારીને ટાટા પ્રોજેકટમાં જોબવર્કના બહાને કરાયેલ 48 લાખની છેતરપિંડી…

વાકાંનેરના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની લાલચે 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ ન આપતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી જે ગુનામાં રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે. રસીકગઢ ગામે રહેતા વેપારી મકબુલહુસૈનભાઇ અલીભાઇ માથકીયા (38)એ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

ગોડાઉનમાંથી રૂા.3.55 લાખના રો- મટીરીયલની ચોરી કરનાર દેરડીકુંભાજીની ગેંગ…

રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં 3 માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને લોખંડની મશીનરીના પાર્ટ અને રો મટીરીયલના સામાન સહિત રૂ.3.55 લાખ મતાની ચોરી કરી ગયાની માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે  150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 માં […]

Continue Reading

સોસાયટીમાં છરી સાથે આતંક મચાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો…

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા ખુલ્લી છરી સાથે શેરીમાં આતંક મચાવવામાં આવ્યો હતો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પીપળી પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં એક […]

Continue Reading

બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો…

બોરસદના ધોબીકુઈ ગામમાં બે વર્ષ અગાઉ બનેલા ખૂનના ફરાર આરોપીને વડોદરાના કામરોડ કોટંબી ચોકડીથી બોરસદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો હતો. બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામમાં ઈન્દિરા કોલોનીમાં રહેતો ભીખાભાઈ ઉર્ફે બબલી ઉદેસિંહ સોલંકી (ઉં.વ. ૪૭) અપશબ્દો લોતો હોવાથી ત્યાં જ રહેતા રમેશભાઈ રામાભાઈ સોલંકીએ ગાળો બોલવાની ના પાડતા ભીખો ઉર્ફે બબલીએ ઉશ્કેરાઈને રમેશભાઈ સોલંકીના ગળામાં ધારિયાનો […]

Continue Reading

જર્જરિત 572 દુકાનો અને મકાનો ખાલી કરવા નોટિસ…

કરમસદ- આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જર્જરિત કે ભયજનક ૫૭૨ દુકાનો અને મકાનોને ખાલી કરવા નોટિસ ફટકારાઈ છે. ચોમાસાની ઋતુમાં અકસ્માતનો ભય હોવાથી ત્વરિત ખાલી કરવા સૂચના અપાઈ છે. કરમસદ- આણંદ મનપાના એસ્ટેટ વિભાગે જણાવ્યું છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં મનપા હસ્તકની ૪૭૮ અને ૯૪ ખાનગી દુકાનદારો અને મકાન માલિકોને દુકાનો, મકાનો ત્વરિત ખાલી કરવા નોટિસ આપી સૂચના […]

Continue Reading

કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા…

ચુડા તાલુકાના ભૃગુપુર ગામે એક કાર માંથી વિદેશી દારૃની ૮ બોટલો તથા ૮ બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. અને દારૃ તથા બીયર નો જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમ દ્વારા ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ […]

Continue Reading