પાકિસ્તાન હવે ટ્રમ્પના નક્શે કદમ પર : 13 લાખ અફઘાનિસ્તાનીઓને કાઢી મૂકશે, 1 સપ્ટેમ્બરથી કવાયત શરૂ

પાકિસ્તાનમાં રહેતા લાખો અફઘાનિસ્તાની નાગરિકોને કાઢી મુકવામાં આવશે, જેની કવાયત 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન એવા અફઘાનિસ્તાની નાગરિકોને પરત મોકલી રહ્યું છે કે જેમની પાસે પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન કાર્ડ છે અને શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં વર્ષોથી રહેતા આવ્યા છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન આશરે 13 લાખથી વધુ અફઘાનિસ્તાનીઓને કાઢી મુકશે. ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકન […]

Continue Reading

હજુ તો સેકન્ડરી ટેરિફ ઝીંકવાનો બાકી છે…’ 50% ટેરિફ લાદ્યા બાદ પણ ટ્રમ્પે ભારતનું ટેન્શન વધાર્યું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય બીજા ‘સેકન્ડરી સૈંક્શન’ લગાવવાનો સંકેત આપ્યો છે. તેમનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે ભારતીય સમય મુજબ, 8 કલાક પહેલાં જ તેમણે ભારત પર 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. એક રિપોર્ટરે જ્યારે પૂછ્યું કે, ચીન જેવા અન્ય દેશ પણ તો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે, […]

Continue Reading

મહાયુતિની સરકારમાં ‘શીતયુદ્ધ’? એક જ પદ માટે બે આદેશ, ‘સીએમ-ડીસીએમ’ વિભાગમાં સંકલનનો અભાવ

સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે મોટી મૂંઝવણ સામે આવી છે. બેસ્ટના એડિશનલ જનરલ મેનેજર પદ માટે બે અલગ અલગ આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેને લઈને મહાગઠબંધન સરકારમાં શીતયુદ્ધ ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સામાન્ય વહીવટ વિભાગે આશિષ શર્માનું નામ આગળ મૂક્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શહેરી વિકાસ […]

Continue Reading

ઠાકરે બંધુઓનો ‘બેસ્ટ’ નિર્ણય, મુંબઈ ચૂંટણી માટે સાથે આવવા પર મહોર બેસ્ટ ટ્રસ્ટ ફંડ માટે યોજાનારી ચૂંટણી માટે શિવસેના અને મનસેએ જોડાણ

આગામી મ્યુનિસિપલ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઠાકરે બંધુઓ એકસાથે આવવા અંગે ચર્ચાઓ જોર પકડી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઠાકરે બંધુઓ બે વાર એકસાથે આવ્યા છે. તો, આ વર્ષે, ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે, રાજ ઠાકરે માતોશ્રી ગયા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી, અને કાર્યકરો એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે […]

Continue Reading

પાર્ટી મનસે સાથે ગઠબંધનનો નિર્ણય લેશે, તમે બધી બેઠકો માટે તૈયારી શરૂ કરો ;ઉદ્ધવ ઠાકરેએ પદાધિકારીઓને આદેશ

મનસે સાથે ગઠબંધન કરવાનો નિર્ણય પાર્ટી લેશે, તમારે બધી બેઠકો માટે તૈયારી શરૂ કરવી જોઈએ, ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પદાધિકારીઓને આદેશ આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એમએમઆર પ્રદેશમાં મ્યુનિસિપલ ચૂંટણીઓના સંદર્ભમાં સમીક્ષા બેઠક યોજી હતી. તે સમયે તેમણે પાર્ટીના પદાધિકારીઓને આદેશ આપ્યા હતા. ઓક્ટોબરના અંત સુધીમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે આદેશ જારી થવાની સંભાવના છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં મતદાન […]

Continue Reading

દાદર કબૂતરખાના પર લાગેલી તાડપત્રી તાત્કાલિક દૂર કરવામાં આવશે-મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી જૈન સમાજ ખુશ,

મુંબઈના દાદર વિસ્તારમા આવેલ કબૂતરખાનાને અચાનક બંધ કરવું યોગ્ય નથી, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે જો જરૂર પડે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. મુખ્યમંત્રીએ એવી પણ સૂચના આપી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાએ કબૂતરોને ખોરાક આપવા પર નિયંત્રણ રાખવું જોઈએ. હવે મુંબઈના જૈન સમુદાયે આ અંગે ખુશી વ્યક્ત કરી […]

Continue Reading

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતમાં ટોલની આવક વર્ષોથી નોંધપાત્ર રીતે વધી છે. તેમણે કહ્યું કે, દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ટોલ વસૂલાત ફક્ત ખર્ચ વસૂલાત માટે નથી, પરંતુ નિયમો મુજબ […]

Continue Reading

૧૭ વર્ષ બાદ માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસનનો ચુકાદો, તમામ આરોપીઓને મુક્ત કરાયા

માલેગાંવ ૨૦૦૮ બોમ્બ વિસ્ફોટ કેસ લગભગ ૧૭ વર્ષ સુધી ચાલ્યો. આ સમય દરમિયાન, તપાસ એટીએસ થી એનઆઇએ ને ટ્રાન્સફર કરવામાં આવી. પાંચ અલગ અલગ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. અંતે, જસ્ટિસ એ. કે. લાહોટીનું ટ્રાન્સફર રદ કરવામાં આવ્યું અને ચુકાદો આપવામાં આવ્યો. ૧૭ વર્ષની રાહ જોયા બાદ, ગુરુવારે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા એટીએસ એ શરૂઆતમાં […]

Continue Reading

વિધાન પરિષદમા મોબાઇલ પર રમી રમનાર માણિકરાવ કોકાટેએ કૃષિમંત્રી વિભાગ ગુમાવ્યો

વિધાન પરિષદમાં મોબાઇલ પર રમી વગાડવાના વીડિયો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા માણિકરાવ કોકાટેને તેમના મંત્રી પદ પરથી બચાવી લેવામાં આવ્યા છે પરંતુ તેમણે કૃષિ વિભાગ ગુમાવ્યો છે. કોકાટેને દત્તા ભરણે પાસેથી રમતગમત અને યુવા કલ્યાણ, લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે ભરણેને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી […]

Continue Reading

3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત, કેન્દ્ર સરકારના આંકડામાં જ પોલ ખૂલી

કુપોષણમુક્ત ગુજરાત’ના નારાં લગાવાઈ રહ્યાં છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવી છે તેમ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સાંસદમાં ૨જૂ કરેલાં રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ થકી મળતિયા, ભ્રષ્ટ અધિકારી પોષિત થયાં છે પણ બાળકો તો કુપોષિત જ રહ્યાં છે. […]

Continue Reading