‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ

56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘ટેરિફમાં ઉથલપાથલ એ GST સુધારાને અસર કરતો મુદ્દો નથી. અમે દોઢ વર્ષથી તેના પર કામ કરી રહ્યા છીએ.’  નાણામંત્રીએ કહ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા વગેરેના દરો પર કામ કરી […]

Continue Reading

સેબીએ બોટ આઈપીઓને મંજૂરી આપી : કંપની 2,000 કરોડનો ઈશ્યૂ લાવી શકે છે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સ્પીકર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું ઉત્પાદન કરતી કંપની બોટના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને મંજૂરી આપી છે. બોટની પેરેન્ટ કંપની ઈમેજીન માર્કેટિંગ લિમિટેડે એપ્રિલ 2025 માં IPO માટે ગુપ્ત રીતે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું હતું. બોટ ઉપરાંત, સેબીએ અર્બન કંપની, જ્યુનિપર ગ્રીન એનર્જી સહિત […]

Continue Reading

GST કાઉન્સીલની બેઠક શરૂ : રોજીંદા વપરાશની 250 થી વધુ વસ્તુઓ સસ્તી થશે

જીએસટી પરિષદની આજથી શરૂ થનારી બે દિવસીય બેઠકમાં ચારના બદલે બે સ્લેબના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે. આ સાથે ખાવા પીવા અને દૈનિક જીવનની 250 થી વધુ વસ્તુઓને 12 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લાવવાની તૈયારી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતાવાળી અને બધા રાજયોનાં પ્રતિનિધિત્વવાળી આ પરિષદ કેન્દ્રનાં `નેકસ્ટ જનરેશન’ના જીએસટી પ્રસ્તાવ પર ચર્ચા […]

Continue Reading

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ

અમેરિકાના ૫૦ ટકા ટેરિફને કારણે દેશના ટેકસટાઈલ ક્ષેત્ર સામે ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષમાં સરકારે ખેડૂતો પાસેથી વધુ રૂ ખરીદવાની ફરજ પડશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. એક તરફ રૂની સસ્તી આયાત અને ટેકસટાઈલ નિકાસ માગમાં ઘટાડાથી દેશમાં રૂનો વપરાશ ધીમો પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ભારતના ટેકસટાઈલની અંદાજે ૩૮ અબજ […]

Continue Reading

માધવપુરા બેન્કના 1020 કરોડના કૌભાંડમાં ચુકાદાની રાહ જોતા ખાતેદારો ગુજરી પણ ગયા

માધવપુરા બેન્કના કૌભાંડમાં એસીબીની કલમ લાગુ ના પડે તેમ ઠરાવી એસીબી કોર્ટે થોડા મહિના પહેલાં 22 જેટલા કેસો નીચલી કોર્ટ(મેટ્રો કોર્ટ)ને પરત મોકલી આપવામાં આવ્યા છે ત્યારે બીજીબાજુ, 25 વર્ષ બાદ એક કેસમાં ચુકાદો આપતાં સ્પેશિયલ એસીબી કોર્ટે માધવપુરા બેન્કને રૂ.37.91 લાખનું નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં આરોપી હર્ષદકુમાર દુર્ગાપ્રસાદ શર્મા અને તેની કંપનીને શંકાનો લાભ આપી […]

Continue Reading

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં

અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા, જમાલપુર અને દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના 24 સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઉલટી, કમળા ઉપરાંત ટાઈફોઈડ અને કોલેરાના મળી કુલ 1385 કેસ વિવિધ વિસ્તારમાં નોંધાયા હતા. કોર્પોરેશનના સર્વે પછી આ તમામ વોર્ડને હાઈરિસ્ક ઝોનમાં મુકવામાં આવ્યા છે. […]

Continue Reading

આકોલામા હની ટ્રેપ દ્રારા છેતરપીંડી, જવેલર્સને ફસાવી દંપતીએ ૧૮ લાખ હડપ કર્યા

આકોલા જિલ્લાના મૂર્તિજાપુર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ૫૨ વર્ષીય જવેલર્સને ખોટા બળાત્કારના કેસની ધમકી આપીને ૧૮ લાખ ૭૪ હજાર રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં, એવું બહાર આવ્યું છે કે તેમની સાથે ‘હની ટ્રેપ’ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને પોલીસે પૈસા લેતી વખતે એક દંપતીની રંગેહાથ […]

Continue Reading

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત

સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોત થયા હોવાનું અને અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી […]

Continue Reading

રશિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ Su-57 ભારતમાં બનશે? પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું

ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ Su-57ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ નિર્ણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના F-35 ફાઈટર જેટ વેચવા માંગતા હતા. ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ […]

Continue Reading

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો

અમદાવાદ અને ગાંધીનગરના અનેક લોકો માટે હવે ‘લાઈફલાઈન’ બની ચૂકેલી મેટ્રો રેલ સતત બે વર્ષ ખોટ ખાધા બાદ નફાના ટ્રેકમાં દોડવા માંડી છે. નાણાકીય વર્ષમાં મેટ્રોની કુલ આવક 872 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે ટેક્સ બાદનો નફો 238.93 કરોડ રૂપિયા છે. જેની સરખામણીએ પાછલા બે વર્ષમાં મેટ્રોને અનુક્રમે 46.53 રૂપિયા, 320.85 કરોડ રૂપિયાની ખોટ ખાવી […]

Continue Reading