કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જેમાં દસાડા તાલુકામાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકશાની ભોગવવાનો વારો આવતા ખેડુતોની હાલત કફોડી બની છે. આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારેથી […]

Continue Reading

બનાસકાંઠાના સુઇગામમાં 16 ઈંચ તો કચ્છના રાપરમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, આજે શાળા-કોલેજો બંધ

ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 12 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત […]

Continue Reading

‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી

ગુજરાત દવાના ઉત્પાદનમાં તો મોખરે રહ્યું છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં પણ રાજ્ય અગ્રેસર રહ્યુ છે. ગુજરાતમાં જાણે અનઅધિકૃત કલિનિકલ ટ્રાયલનો ધીકતો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેના કારણે બેરોજગારોએ કમાણીની લહાયમાં ક્લિનિકલ રિસર્ચ માટે આંધળી દોટ મૂકી છે. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ નથી કે, રૂપિયા ખાતર તે તેમના જીવને જોખમમાં […]

Continue Reading

અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજે વરસતા વરસાદ વચ્ચે નિવિઘ્ને સંપન્ન થયો હતો.સાત દિવસના મહામેળામાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન કરીને મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું. સાત દિવસમાં 232.610 ગ્રામ સોનાની આવક અંબાજીમાં આજે મેળાના અંતિમ દિવસે […]

Continue Reading

હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા 10 કિલોમીટરનો જામ

વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપરના બ્રિજો પાસે ખાડાઓ પડી જતા ટ્રાફિક જામની વધુ એક સમસ્યા સર્જાઈ છે. જેને કારણે વાઘોડિયા ચોકડી પર આજે 10 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો હતો. વડોદરા કરજણ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા બે વર્ષથી સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે 10 થી 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે […]

Continue Reading

મલિકને આપેલી ક્લીનચીટ સામે સમીર વાનખેડેની બહેને વિરોધ અરજી દાખલ કરી

વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અને એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે પોલીસ એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક સામેની તેમની માનહાનિની  ફરિયાદની તપાસ કોઈપણ નિષ્પક્ષતા વિના કરવામાં નિષ્ફળ રહી છે.આ મામલાની આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરે થશે. યાસ્મીને વધુમાં દાવો કર્યો હતો કે તપાસ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી મલિક દ્વારા પ્રભાવિત અને […]

Continue Reading

બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો…

 બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી ગઢડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છ વ્હીલવાળો ટ્રક ઝડપી પાડયો હતો. જોકે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો. ગઢડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી પસાર થઈ રહેલ છ વ્હીલ વાળો ટ્રક નંબર જીજે-૩૮-ટીએ-૫૨૩૩ વિદેશી […]

Continue Reading

વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17.68 ફૂટે પહોંચી : નદીનું ભયજનક લેવલ 26 ફૂટ

વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી હજુ 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17.68 ફૂટે પહોંચી હતી. ગઈકાલે સવારે વિશ્વામિત્રીનું લેવલ 11.51 ફૂટ હતું, એટલે કે 24 કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક […]

Continue Reading

‘અમે દિલથી આભાર માનીએ છીએ…’ ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરી હતી, જેમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Continue Reading

બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો

લોકોની સુવિધામાં વધારો થાય કે નહીં, પરંતુ મ્યુનિ.ની રેવન્યુ આવક એટલે કે વેરા વસૂલાતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના શહેરીજનો પાસેથી ગત નાણાકીય વર્ષ એટલે કે 2024-25માં મ્યુનિ.એ ચાર પ્રકારના વેરા પેટે કુલ રૂ.1832 કરોડની અધધ રકમ ઉઘરાવી હોવાનું જાહેર કરાયું છે. સાથે સાથે મ્યુનિ.એ એવો દાવો પણ કર્યો છે કે, રેવન્યુ આવકમાં […]

Continue Reading