પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ…

પાનમ જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહેલો છે. પાનમ ડેમનું તા. ૨૮મી જુલાઈને સોમવારે સવારના ૬ કલાકે લેવલ ૪૧૨.૨૩ ફૂટ (૧૨૫.૬૫ મીટર) સુધી પહોંચ્યું છે. પાનમ જળાશયની પૂર્ણ સપાટી ૪૧૮ ફૂટ(૧૨૭.૪૧ મીટર) છે. જળાશયનો પાણીનો સંગ્રહ ૪૬૪.૩૩ એમસીએમ નોંધાયેલો છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૮૦ ટકા […]

Continue Reading

વિદ્યાનગર કોંગ્રેસ ઉપપ્રમુખને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ના અપાતા રાજીનામું

ગુજરાતના કોંગ્રેસી નેતાઓનું સંગઠન મજબૂત કરવા માટે આણંદના નિજાનંદ ખાતે રાહુલ ગાંધીની ત્રણ દિવસની શિબિર યોજાઈ હતી. જેમાં સંગઠન મજબૂતની વાત એક બાજુએ રહી પરંતુ, આણંદ વિધાનસભાના સોશિયલ મીડિયાના પ્રમુખ અને હાલ વિદ્યાનગરના કોંગ્રેસ ઉપપ્રમુખ વિજય જોશીને પ્રવેશ પાસ ના અપાતા તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારે કોંગ્રેસમાં સંગઠનની વાતોનો છેદ ઉડી […]

Continue Reading

તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત…

ખેડા જિલ્લામાં રવિવાર અને સોમવારે વરસેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં તબાહી મચાવી હતી. આ અવિરત વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે, ગતરોજ સોમવારે વરસાદનું જોર ઘટતા હળવો વરસાદ થતાં ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા હતા અને વરસાદથી પ્રભાવિત થયેલું જિલ્લાનું જનજીવન રાબેતા મુજબ પાટે આવી રહ્યું હતું. નડિયાદમાં છેલ્લા […]

Continue Reading

હિપેટાઈટિસ ઘાતક બન્યો, સૌથી વધુ મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, એક વર્ષમાં 95ના મોત

ગુજરાતમાં હિપેટાઇટિસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. વધારે ચિંતાની વાત એ પણ છે કે, કોરોના બાદ હિપેટાઇટિસ “એ” સંબધિત લિવર ફેઈલ થવાના કેસમાં 5-7 ગણો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત 10-25 વર્ષની વ્યક્તિઓમાં હિપેટાઇટિસનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં 474 વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’થી મૃત્યુ થયા છે. હિપેટાઇટિસ મામલે ગુજરાતમાં રાષ્ટ્રીય […]

Continue Reading

અનાજનું એટીએમ : 16,153 લાભાર્થીએ 04.17 લાખ કિલો અન્ન મેળવ્યું…

સરકારી અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક બને તે આશય સાથે ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અનાજનું એટીએમ કાર્યરત કરવામાં આવ્યું છે. જેના થકી પાછલા ૧૦ માસમાં ૧૬ હજારથી વધુ લાભાર્થીએ ચાર લાખથી વધુ અન્ન મેળવ્યું છે. શહેરના કરચલિયા પરા, આગરિયાવાડ વિસ્તારમાં ગત સપ્ટેમ્બર માસમાં રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એટીએમ) મુકવામાં આવ્યું છે. […]

Continue Reading

બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણી માટે બનશે ઓથોરિટી…

આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે હવે સરકારને પડું પડું બ્રિજ અને સરકારી ઈમારતોની સાચવણીની ચિંતા પેઠી છે. એવુ જાણવા મળ્યું છે કે, બ્રિજ અને સરકારી ઇમારતો-બાંધકામો પર મોનિટરીંગ કરવા માટે અલગ ઓથોરિટી નિમવા સરકારે વિચારણા હાથ ધરી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 100થી વધુ ક્ષત્રિગ્રસ્ત બ્રિજ પર વાહનોની […]

Continue Reading

4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ…

  ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અનેક જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે સોમવારે (28મી […]

Continue Reading

ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો : 48 લાખના મુદ્દામાલ…

રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન રહે.ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી  દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખી વેચાણ કરે છે અને હાલમાં આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરવાનુ કામ ચાલુ છે.” તેવી બાતમી આધારે દરોડો પાડતા ગોડાઉનમાં રાજુખાન બરકતખાન કંડીયા રહે-તવાવ તા-જસુનપુરા જિ.જાલોર, રાજસ્થાન […]

Continue Reading

ગંભીરા પુલ તૂટી પડયા બાદ સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની સંપત્તિની તપાસ ACB કરશે

મુજપુર-ગંભીરા પુલ તૂટી પડવા પાછળ બેદરકારી દાખવનારા પાંચ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ગાંધીનગર સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB ) એ વડોદરા ACB  શાખાને આ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. જો અધિકારીઓની જાણીતી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવશે, તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. વડોદરા એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ગાંધીનગરથી આદેશ […]

Continue Reading

નશામુકત ગુજરાતનો નવો અધ્યાય : રૂા.870 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો..

નશાબંધીનો કાયદો ધરાવતાં ગુજરાતમાં દારૂ-માદક પદાર્થો સામે રાજય સરકારની આકરી નીતીનો કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે. અને તેને પગલે છેલ્લા ચારેક વર્ષમાં કરોડો-અબજોના નશાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. અબજોનું ડ્રગ્સ જપ્ત કરાયું છે હવે આ ડ્રગ્સનો નાશ કરીને નશામુકત ગુજરાતનો નવો ઐતિહાસીક અધ્યાય આલેખવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી છેલ્લા થોડા સમયમાં પકડાયેલા 870 કરોડની કિંમતનાં […]

Continue Reading