લંડનમાં પ્રસ્તાવિત ‘મહારાષ્ટ્ર ભવન’ માટે ૫ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર – નાયબ મુખ્યમંત્રી અજિત પવાર

લંડનમાં રહેતા મરાઠી લોકોની પોતાની સાંસ્કૃતિક ઇમારત મેળવવાની લાંબા સમયથી ચાલી આવતી માંગ હવે પૂર્ણ થવા જઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મંગળવારે માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર મંડળ, લંડનને લંડનમાં ‘ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ’ ઈમારત ખરીદવા અને ત્યાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવવા માટે ૫ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર મંડળ, લંડન ભારત […]

Continue Reading

વિરારમાં એક ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો, ત્રણ લોકોના મોત…

વિરારના નારંગી ફાટાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રામુ કમ્પાઉન્ડના સ્વામી સમર્થ નગરમાં રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ૪ માળની ઇમારતના પાછળના ચોથા માળનો એક ભાગ ધરાશાયી થયો છે. આમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. વસઈના ધારાસભ્ય સ્નેહા દુબે-પંડિતના જણાવ્યા અનુસાર, એવો અંદાજ છે કે ૧૫ થી ૨૦ લોકો હજુ પણ ઇમારતમાં ફસાયેલા છે. […]

Continue Reading

‘મેં નરેન્દ્ર મોદીને કહ્યું હતું…’, ભારતીય વડાપ્રધાનનું નામ લઈ ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મેં ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે આ સાથે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવવાનો દાવો કર્યો હતો.   ભારત પર અમેરિકન ટેરિફ આજથી લાગુ થવા વચ્ચે ટ્રમ્પે કહ્યું કે મેં ભારતના […]

Continue Reading

ટેરિફની અસર સામે નિકાસકારોને રક્ષણ આપવા ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેવાશે

અમેરિકાના ૫૦ ટકા ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે. હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી […]

Continue Reading

વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવકિડની 34 સપ્તાહ ટકી..

ઇઝરાયેલના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવ કિડની ૩૪ અઠવાડિયા ટકી રહેતાં હવે કિડનીના રોગોની સારવારમાં ભવિષ્યમાં બહેતર સારવાર મળવાની આશા પેદાં થઇ છે. રિજનરેટિવ મેડિસિનના ક્ષેત્રમાં મળેલી આ સિદ્ધિને પગલે વિજ્ઞાનીઓ હવે લેબમાં વિકસિત કિડનીની ક્લિનિકલ ટ્રાયલ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેલ અવીવ યુનિવર્સિટીના સહયોગથી શેબા મેડિકલ સેન્ટર ખાતે કામ કરતી ટીમે તૈયાર કરેલો હ્યુમન […]

Continue Reading

ભારત સામે આજથી એક્સ્ટ્રા 25% ‘ટ્રમ્પ ટેરિફ’ નો અમલ, રશિયા-ચીન સાથેની લડાઈમાં ભારતને ‘દંડ’

 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવા માટે મંગળવારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જેને પગલે બુધવારથી ભારતથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના સામાન પર અસર થશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં શ્રીમ્પ, એપરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ ઈન્ટેન્સિવ આધારિત […]

Continue Reading

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) વિશાખાપટ્ટનમમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, હવે પછી ભારતીય નૌકાદળ માટે એક પણ યુદ્ધ જહાજ વિદેશમાં બનાવવામાં આવશે નહીં. આ જાહેરાત ‘મેક ઈન ઇન્ડિયા’ પહેલને વધુ પ્રોત્સાહન આપવા અને દેશની સંરક્ષણ ક્ષમતાને આત્મનિર્ભર બનાવવા માટેનું એક મોટું પગલું […]

Continue Reading

અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.   પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી […]

Continue Reading

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

નકલી દવા સિંડિકેટનો પર્દાફાશ થયા પછી અનેક તથ્યો સામે આવ્યા છે. લાંચના એક કરોડ રૂપિયાની સાથે એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી દવાની સિંડિકેટ ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી છે. દક્ષિણના એક મોટા દવા માફિયાની સાથે મળી આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત ૧૨ […]

Continue Reading

AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘર સહિત 13 ઠેકાણા પર EDના દરોડા, હોસ્પિટલ કૌભાંડમાં કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘર સહીત 13 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ જૂનમાં પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો, જેમાં AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં આ […]

Continue Reading