ગોળીબાર કરી જ્વેલર્સના કર્મચારીઓ પાસેથી લાખોનું સોનું લૂંટયુ…

એક ચોંકાવનારી ઘટનામાં, મુંબઈના વી. એમ. જ્વેલર્સના બે કર્મચારીઓ, વિનય મુકેશ જૈન અને કિશન મોદી, બુધવારે રાત્રે ધુલે શહેરના વીર સાવરકર ચોક ખાતે બસમાંથી ઉતર્યા પછી લૂંટાઈ ગયા હતા. બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓએ હવામાં ગોળીબાર કર્યો અને સોના ભરેલી બેગ છીનવી લીધી. જ્વેલર્સના કર્મચારીઓનું કહેવું છે કે બેગમાં ત્રણ કિલો સોનાના દાગીના હતા. વિનય […]

Continue Reading

ફાઇવ સ્ટાર હોટલમાં વિદ્યાર્થી સાથે *** માણવાના આરોપમા ધરપકડ થયેલ શિક્ષિકાના જામીન

મુંબઈના દાદરની એક પ્રતિષ્ઠિત શાળાના સગીર વિદ્યાર્થીઓ પર વારંવાર જાતીય હુમલો કરવાના આરોપી શિક્ષિકાને કોર્ટે મોટી રાહત આપી છે. સોમવારે એક ખાસ અદાલતે આ ૪૦ વર્ષીય મહિલા શિક્ષિકાની જામીન અરજી મંજૂર કરી હતી. ખાસ પોક્સો કોર્ટના જસ્ટિસ સબીના મલિકે જામીન મંજૂર કર્યા હતા. પોલીસે ગયા મહિને ધરપકડ કરાયેલ શિક્ષિકા સામે પોક્સો અને ભારતીય દંડ સંહિતા […]

Continue Reading

શંકરાચાર્ય અવિમુકેશ્વરાનંદ સરસ્વતીએ ધર્મ નિર્ણયાલયની જાહેરાત કરી

શંકરાચાર્ય અવિમુકેશ્વરાનંદ સરસ્વતી ‘૧૦૦૮’ કોઈ રાજ્ય નહોતું, કોઈ રાજા નહોતો, કોઈ સજા નહોતી, કોઈ સજા આપનાર નહોતો. બધા લોકો ન્યાયના ગુણથી એકબીજાનું રક્ષણ કરતા હતા એક સમય હતો જ્યારે આપણા દેશમાં કોઈ રાજ્ય કે રાજા નહોતો. કોઈ સજા કે દંડાત્મક નિર્ણય નહોતો. ધર્મ દરેકના જીવનમાં હતો જેણે સમગ્ર સમાજને પરસ્પર રક્ષણાત્મક બનાવ્યો. સમય બદલાયો અને […]

Continue Reading

રેલ્વે અંડરપાસમાં વારંવાર ભરાતા પાણીનો કાયમી ઉકેલની માંગ…

સુરેન્દ્રનગરમાં વાહનચાલકો સહિતના લોકોની અવરજવર માટે રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ત્યારે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારો તેમજ માર્ગો પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની બૂમરાણો ઊઠી છે. તો બીજી તરફ લોકોની સુવિધા માટે શહેરમાં રેલવે અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ દિવસ રાત લોકો કરી […]

Continue Reading

અંબાજી મંદિરમાં ફરી વિવાદ : ટ્રસ્ટ મંડળના મનસ્વી વહિવટનો પૂજારીઓનો આરોપ

અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં ફરી એકવાર મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. પુજારીઓ દ્વારા ખુબ જ ચોંકાવનારા આક્ષેપો વહીવટી તંત્ર સામે કરવામાં આવ્યા છે. જેનાં કારણે બરોબર ભાદરવી પુનમ પહેલા જ મંદિરનું વાતાવરણ ફરી એકવાર ડહોળાયું છે. પુજારીઓ દ્વારા ટ્રસ્ટીઓ પર મનસ્વી નિર્ણયો કરવા અને એ પુજારીઓ […]

Continue Reading

સાબરમતી એકસપ્રેસમાં પ્રવાસી પાસેથી રૂા.1.80 કરોડની રોકડ જપ્ત…..

ગઈકાલે રેલવે સ્ટેશને જીઆરપીના ટ્રેનમાં ચેકીંગ દરમિયાન એક વ્યક્તિ પાસેથી અધધધ 1.80 કરોડની રોકડ મળી આવતા ખળભળાટ મચ્યો છે. પોલીસે આરોપી પાસે રોકડને લઈને દસ્તાવેજો માંગતા તે ન મળતા પોલીસે રોકડ હવાલાની માની જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પુછપરછમાં આરોપી આ રોકડ યુપીથી બિહાર પહોંચાડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સાબરમતી-દરભંગા એકસપ્રેસ ટ્રેનમાં […]

Continue Reading

નવા ઉપરાષ્ટ્રપતિ ભાજપ કેમ્પમાંથી જ પસંદ કરાય તેવી શકયતા…

ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા સાથે જ તેમના અનુગામીની શોધ શરૂ થઈ ગઈ છે અને સરકાર ટુંક સમયમાં જ આ પદ પર નવા ચહેરાને સ્થાન અપાશે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કે કોંગ્રેસના સાંસદ શશી થરૂર સહિત કોઈને ઉપરાષ્ટ્રપતિ પદે તક નહીં આપે અને માનવામાં આવે […]

Continue Reading

ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવાયા…

હળવદ બાજુથી વાહનમાં ઘેટાં ભરીને કતલખાને લઈ જવાતા ઘુટુ ગામે આવેલ સ્મશાન નજીક ગાડી માંથી 10 ઘેટા ભરવામાં આવેલા હતા અને તેના માટે કોઈ પાસ પરમિટ લેવામાં આવી ન હતી જેથી વાહન અને અબોલ જે મળીને કુલ 2 લાખની કિંમતના મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સ સામે ગુનો નોંધીને […]

Continue Reading

ગોડાઉનમાંથી રૂા.3.55 લાખના રો- મટીરીયલની ચોરી કરનાર દેરડીકુંભાજીની ગેંગ…

રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં 3 માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને લોખંડની મશીનરીના પાર્ટ અને રો મટીરીયલના સામાન સહિત રૂ.3.55 લાખ મતાની ચોરી કરી ગયાની માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે  150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 માં […]

Continue Reading

સોસાયટીમાં છરી સાથે આતંક મચાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો…

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા ખુલ્લી છરી સાથે શેરીમાં આતંક મચાવવામાં આવ્યો હતો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પીપળી પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં એક […]

Continue Reading