મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક નિવૃત્ત CRPF અધિકારીએ પોતાની જ પુત્રીની ગોળી મારીને હત્યા કરી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતા કિરણ માંગલે (50) ગુસ્સે હતા કે તેમની MBBS પુત્રી તૃપ્તિ વાઘ 12મું પાસ યુવક સાથે લગ્ન કરી રહી છે. આ ઘટના શનિવારે રાત્રે ચોપડા તહસીલમાં બની હતી, જ્યારે તૃપ્તિ તેના પતિ અવિનાશ વાઘના પરિવારની હલ્દી વિધિમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન કિરણ માંગલેએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પુત્રી પર ગોળી […]

Continue Reading

ગુજરાતમાં 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું પણ ખેડૂતો ઠેરના ઠેર, કંપનીઓના કારણે નથી મળતો ભાવ

ગુજરાતમાં બટાટાનાં ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 1239769 મેટ્રિક ટનનો વધારો જોવા મળ્યો છે. પરંતુ તેની સામે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ઠેરના ઠેર રહ્યા છે. ખેડૂતો તેનું મૂળ કારણ કોન્ટ્રાકટ ફાર્મિંગ હોવાનું જણાવી રહ્યા છે. કારણકે, કોન્ટ્રાકટ ફાર્મિંગના વાવેતર તથા ઉત્પાદનમાં મોટો ઉછાળો નોંધાયો છે અને ઉત્પાદન વધતા ભાવમાં ઘટાડો થવાથી ખેડૂતો પીસાઈ રહ્યા છે. […]

Continue Reading

છ મહિના માટે બંધ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ, જાણો વૈકલ્પિક રૂટ

 એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને કારણે વાયએમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રખાશે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે. […]

Continue Reading

લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ

દિલ્હી પોલીસે 15મી ઓગસ્ટ પહેલા લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાંચ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પાંચ બાંગ્લાદેશીઓ  સોમવારે (ચોથી ઓગસ્ટ) લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા માટે તહેનાત પોલીસકર્મીઓને શંકા ગઈ, ત્યારે તે બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.   અહેવાલો અનુસાર, લાલ કિલ્લા […]

Continue Reading

વડોદરામાં પાર્કિંગનો લોહીયાળ બનતો મુદ્દો,રોજ મારામારીઃપાર્કિંગના મુદ્દે બે વર્ષમાં ત્રીજી હત્યા

વડોદરામાં પાર્કિંગના મુદ્દે હવે લોહીયાળ પ્રત્યાઘાત પડી રહ્યા છે અને મારામારીના બનાવો રોજના બની રહ્યા છે.ગઇકાલે ભાયલીમાં પાર્કિંગના મુદ્દે હત્યાનો બનાવ બન્યો તે પહેલાં બે વર્ષના ગાળામાં પણ પાર્કિંગના મુદ્દે હત્યાના બે બનાવ બન્યા હતા. જ્યારે,મારામારીના બનાવો રોજના બની ગયા છે. શહેરમાં ટ્રાફિકની સાથે સાથે હવે સોસાયટીઓ,પોળો અને બજારોમાં આડેધડ પાર્ક થતા વાહનોનો મુદ્દો લોહીયાળ […]

Continue Reading

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત

રાજપીપળા શહેરના નવાફળિયા વિસ્તારના ૩૩ વર્ષના પરિણીત યુવાન મુકેશ અશોકભાઇ માછીએ રાજપીપળા અને ઓરી વચ્ચે આવેલ પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડ પર લટકીને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ખેતરે આવી પહોંચ્યા હતા.તો બીજી બાજુ રાજપીપળા પોલીસના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચતા મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન

રાષ્ટ્રમાં  ભગવાન શિવજીને રીઝવવાનો સર્વોત્તમ દિવસ આજે બીજા શ્રાવણી સોમવારે શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે રાત્રિ સુધીમાં આશરે એક લાખ ભાવિકોએ આવીને ભોળાનાથના દર્શન કરીને શીશ નમાવ્યું હતું. શ્રાવણ માસમાં સરવડાં સિવાય વરસાદી વિરામના કારણે ભોળાનાથના દર્શન માટે ગામેગામ ભાવિકોની ભીડ જામી હતી. ઐતહાસિક શિવમંદિરોમાં આખો દિવસ અભિષેક,પૂજન, મંત્રજાપ, […]

Continue Reading

ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઃ ધરણાં કર્યાં

ગાંધીનગર સહિત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી સંબંધે બીજા રાઉન્ડની તાત્કાલીક જાહેરાત કરવાની માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ સરકારીની ઢીલી નીતિ સામે વિરોધ પ્રદશત કર્યો. પાટનગરમાં વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારો ધરણા પર બેસી ગયા હતાં. એક દાયકાથી શિક્ષકની નોકરી મળવાની રાહ જોઇ રહેલા ઘણા ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ થવા આવી હોય […]

Continue Reading

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

સેન્ટ્રલ જીએસટી ફિલ્ડ ઓફિસરોએ છેલ્લા પાંચ વર્ષમાં ૯૧,૩૭૦ કેસોમાં ૭.૦૮ લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડી છે.  તેમા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની ૧.૭૯ લાખ કરોડ રૂપિયાની કરચોરીનો પણ સમાવેશ થાય છે, એમ સરકારે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જ સીજીએસટી ફિલ્ડ ઓફિસરોએ રૂ. ૨.૨૩ લાખ કરોડની કરચોરી પકડી હતી. લોકસભામાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ […]

Continue Reading

દાદરમાં કબૂતરખાના માટે જૈન સમુદાય એક થયો, રેલી પણ યોજી

મુંબઈ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર મુંબઈમાં કબૂતરખાના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ મુજબ, જાહેર સ્થળોએ કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને આ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દંડ અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. દાદરમાં […]

Continue Reading