રેલવે મુસાફરોએ પ્રસાશનને ચૂનો લગાડતા હવે સ્ટેશન પર ક્યુઆર ટિકિટ પર પ્રતિબંધ; વહીવટીતંત્રનો નિર્ણય

મધ્ય રેલવેના સ્થાનિક સ્ટેશનો પર સ્ટેટિક QR કોડ દ્વારા પેપરલેસ મોબાઇલ ટિકિટ બુકિંગ પર ગુરુવારથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસાફરો રેલવેની યુટીએસ એપ દ્વારા સ્ટેશન પર QR કોડ સ્કેન કરીને ટિકિટ મેળવવાની સુવિધાનો દુરુપયોગ કરી રહ્યા હતા. તેથી, મધ્ય રેલવેએ જુલાઈમાં બોર્ડને પત્ર મોકલીને આ સુવિધા બંધ કરી હતી. રેલવેએ મધ્ય અને પશ્ચિમ રેલવેના જીઓફેન્સિંગ […]

Continue Reading

મલાડના કાપડના વેપારી પાસેથી ૧૦ લાખ તફડાવવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ

મુંબઈના બાન્દ્રા રેલવે ટર્મિનસ પર પોલીસના વેશમાં મલાડના કાપડના વેપારીની ૧૦.૫ લાખની રોકડ પડાવી લેવાના કેસમાં મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે બાન્દ્રા ટર્મિનસ ખાતે મલાડના કાપડના વેપારી પાસેથી ૧૦ લાખ તફડાવવાના ઘટના બની હતી. અંધેરીમાં રહેતા ઝહીર અહમદે તેના સાથીઓ સાથે કાવતરું ઘડીને ફરિયાદી વિકાસ ગુપ્તાને ઈલેક્ટ્રોનિકની વસ્તુઓની આયાતના વ્યવસાય […]

Continue Reading

લાતુરમા સુટકેસમાંથી મળેલ મહિલાનો મૃતદેહના કેસમા પતિ સહિત પાંચ આરોપીઓની ધરપકડ

લાતુર જિલ્લાના ચકુર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની. વઢણા-ચકુર રોડ પર શેલગાંવ શિવરા નજીક તિરુ નદીના કિનારે ઝાડીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ બેગમાં મળી આવ્યો. દરમિયાન, લાતુર પોલીસે અજાણી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક મહિલાની ઓળખ ફરીદા ખાતુન (૨૩) તરીકે થઈ છે. તેના પતિ ઝિયા ઉલ હકે, તેને બીજા પુરુષ સાથે અફેર હોવાની […]

Continue Reading

નવા જીએસટીથી ‘માતૃશક્તિ’ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી અને જીએસટી પરિષદે બુધવારે આ સુધારાઓને મંજૂરી આપી દીધી છે ત્યારે પરિષદના નિર્ણયને આવકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વૈશ્વિક સ્થિતિમાં ભારતને યોગ્ય સ્થાન અપાવવું હોય તો સમય સાથે પરિવર્તન જરૂરી છે. વધુમાં જીએસટીમાં સુધારાથી સૌથી વધુ લાભ મહિલાઓને એટલે કે માતૃશક્તિને થવાનો હોવાથી માતૃશક્તિના […]

Continue Reading

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે….

મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) ખાનગી કંપનીના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકો હાલના નવથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. અહેવાલો અનુસાર, આ પગલું રોકાણોને આકર્ષવા, નોકરીઓનું સર્જન કરવા અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી લેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા […]

Continue Reading

મકરપુરાની વોલ્ટેમ કંપનીમાં આગ, નજીકમાં કોમ્પ્લેક્સ હોવાથી ગભરાટ, પાંચ કલાકે આગ પર કાબુ

વડોદરાના મકરપુરા વિસ્તારની એક કંપનીમાં આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો કામે લાગી હતી અને આગ વધુ પ્રસરતા અટકાવી હતી. મકરપુરા જીઆઇડીસીમાં આવેલી વોલ્ટેમ કંપનીમાં સ્ક્રેપ વાળા વિસ્તારમાં રાત્રે 3 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બાજુમાં જ કોમ્પ્લેક્સ આવેલું હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા […]

Continue Reading

છેલ્લા 12 મહિનામાં ગોલ્ડ ETFમાં રોકાણકારોને 40 ટકાથી વધુનું વળતર

સોનાચાંદીના ભાવમાં આવેલી ઐતિહાસિક તેજીને પગલે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાં રોકાણ પર છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોને  નોંધપાત્ર રોકાણ પ્રાપ્ત થયું છે. ગોલ્ડ ઈટીએફસમાં સરેરાશ ૪૦ ટકા જ્યારે  સિલ્વર ઈટીએફસમાં ૩૬ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં કાર્યરત ૧૬ ગોલ્ડ ઈટીએફસે સરેરાશ ૪૦.૪૪ ટકા વળતર પૂરુ પાડયું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સિલ્વર […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો, હાર્વર્ડની ફન્ડિંગમાં કાપ મૂકવાનો નિર્ણય પણ જજે પલટી નાખ્યો

ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા ટેરિફ પછી કેલિફોર્નિયામાં સૈનિકોની તહેનાતી મામલે કોર્ટે જોરદાર ઝટકો આપ્યા બાદ હવે ફરી એક મામલે મોટો આંચકો કોર્ટે આપ્યો છે. માહિતી અનુસાર અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને રિસર્ચ માટેના ભંડોળમાં 2.6 બિલિયન ડૉલરનો કાપ મૂકવાના નિર્ણયને ઉલટાવી દીધો. આ નિર્ણય હાર્વર્ડ યુનિવર્સિટીની એક મોટી જીત છે. જસ્ટિસ એલિસન બરોઝે કહ્યું […]

Continue Reading

પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર…

પંજાબ હાલમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે રાજ્યની મુખ્ય નદીઓ, સતલજ, બિયાસ અને રાવી પૂરની સ્થિતિમાં છે. મોસમી નાળા પણ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે. પૂરમાં અત્યાર સુધીમાં 37 લોકો મૃત્યુ પામ્યા છે અને 3.5 લાખથી વધુ […]

Continue Reading

પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત

બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના સુમારે પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુઇયા વળાંક પાસે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજેશ કુમાર (કુર્જી), સંજય કુમાર સિંહા (પટેલનગર), કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલ કુમારનો સમાવેશ થાય છે. આ બધા જંતુનાશકો […]

Continue Reading