સપના ને આપે પાંખ : ફિલ્મી ઍક્શન સાથે કરો ફિલ્મી સફરની શરૂઆ

Latest News અપરાધ આરોગ્ય દેશ

લાઈટ્સ… કેમેરા… અને ઍક્શનન!
ફિલ્મની ચમકતી દુનિયાની પાછળ અનેક સપનાઓ ધબકતા હોય છે… કોઈ અભિનયનો મંચ શોધે છે, કોઈ કેમેરાની આંખે દુનિયા કેદ કરવાની ઇચ્છા રાખે છે તો કોઈ એડિટિંગની નાની-નાની રેખાઓમાં પોતાની કલ્પનાશક્તિ ઘોળી દે છે. આ સપનાઓને સાચી દિશા આપે છે ફિલ્મી ઍક્શનના સથવારે મુંબઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિલ્મ એન્ડ ટીવી આર્ટ્સ (MIFTA). એક એવી પ્રતિષ્ઠિત સંસ્થા, જે યુવાનોને માત્ર તાલીમ જ નહીં, પરંતુ સાચો આત્મવિશ્વાસ અને કારકિર્દીનું પ્લેટફોર્મ આપે છે.

મનોરંજન જગતમાં કરિયર બનાવવા ઈચ્છતા પ્રતિભાશાળી યુવાનો માટે ફિલ્મી ઍક્શન – MIFTA એક સોનાની તક સમાન છે. મીરા રોડ સ્થિત આ સંસ્થા ગુજરાતી ઑનલાઇન ફિલ્મ પાક્ષિક ફિલ્મી ઍક્શનના સહયોગ સાથે આધુનિક ફિલ્મમેકિંગની સંપૂર્ણ તાલીમ વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે. અહીં વર્ગખંડની સાથે પ્રેક્ટિકલ શૂટ, લાઈવ પ્રોજેક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માર્ગદર્શન — આ બધું વિદ્યાર્થીઓને રિયલ-ટાઈમ અનુભવ કરાવે છે.

MIFTA ખાતે ફિલ્મ પ્રોડક્શન, સિનેમેટોગ્રાફી, થિયેટર & પર્ફોર્મિંગ આર્ટ્સ, ફિલ્મ & ટીવી એડિટિંગ, સ્ક્રિન રાઇટિંગ, સાઉન્ડ રેકોર્ડિંગ અને ટીવી-ફિલ્મ એડવર્ટાઈઝિંગ જેવા અગત્યના વિભાગોમાં ડિપ્લોમા તથા સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ છે. ત્રણ મહિનાથી લઈને એક વર્ષ સુધીના કોર્સ વિદ્યાર્થીઓને ઝડપી અને મજબૂત તૈયારી આપે છે.

દેશના કોઈપણ ખૂણામાંથી આવનારા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી એકંદર અભ્યાસ નિરાંતે આગળ વધે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી બનાવવાનો સાચો માર્ગ શોધી રહ્યા હો, તો MIFTA એક સેતુ છે… સપનાથી સફળતા સુધીનો. અહીં શીખો અને દુનિયાને બતાવો તમારી ફિલ્મી કમાલ!

1 thought on “સપના ને આપે પાંખ : ફિલ્મી ઍક્શન સાથે કરો ફિલ્મી સફરની શરૂઆ

  1. I’m more into the sports betting side of things so I tried 68win22 last time, and they had pretty good odds. Worth a look if you’re placing some bets on the games this weekend.: 68win22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *