એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે અમદાવાદના એસ.જી હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ રહેશે. ગર્ડર લગાવવાની કામગીરી શરૂ થતાં ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ માર્ગ પરથી દરરોજ અંદાજે 2 લાખ વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વધી શકે છે. વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાથી વાહનચાલકોને 1.5થી 2 કિમીનું અંતર વધુ કાપવું પડશે. હાલમાં એલિવેટેડ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે અને હવે રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
બ્રિજના પિલર તૈયાર થઈ ગયા છે અને ગર્ડર લગાવવાનું કામ શરૂ થશે. ઇસ્કોનથી વાયએમસીએ ક્લબ તરફ આવતો રોડ ચાલુ રહેશે. આ કામગીરીને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. પોલીસે લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ છે.
એસજી હાઇવેનો આ માર્ગ બંધ થવાથી રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

