મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં રહેતા શખ્સ દ્વારા ખુલ્લી છરી સાથે શેરીમાં આતંક મચાવવામાં આવ્યો હતો જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પીપળી પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં એક શખ્સ ખુલ્લી છરી સાથે શેરીમાં આતંક મચાવતો તેવું દેખાઈ રહ્યું હતું.
જે બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂળ મધ્યપ્રદેશના ભોપાલના અને હાલમાં જૂની પીપળી ગામે માનસ ધામ સોસાયટીમાં રહેતા અંશુલસિંહ રવિસિંહ સોલંકી (30) નામના શખ્સ સામે પોલીસે જીપી એક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગારના આંકડા લેતો અશ્વિનભાઈ મીરાણી (35) રહે વીસીપરા શેરી નંબર 13 મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 1,050 ની રોકડ કબજે કરી હતી

