મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન, લગભગ ૨૧.૮ કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો, વિદેશી ચલણ અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
કસ્ટમ્સ અધિકારીઓએ મળેલ માહિતીના આધારે ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક ટ્રેલી બેગમા છુપાવેલ મોટો ગાંજોના જથ્થો પકડી પાડ્યો છે. શ્રીલંકાના કોલંબોથી આવેલા એક પ્રવાસી પાસેથી ૨.૬૨૪ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત આશરે ૨.૬૨ કરોડ રૂપિયા છે
તેમજ થાઈલેન્ડના બેંગકોકથી આવેલા એક પ્રવાસી પાસેથી ૧૮.૪ કરોડ રૂપિયાની કિમતનો ૧૮.૪ કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ પ્રવાશીની ધરપકડ કરવામાઆવી છે
કસ્ટમ્સ વિભાગે વિદેશી ચલણની ગેરકાયદેસર હેરફેરના ત્રણ કેસ પણ પકડ્યા છે. દુબઈ જતા એક પ્રવાસી પાસેથી ૭.૧૧ લાખ રૂપિયાની અઘોષિત વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યા, જ્યારે તે જ ફ્લાઈટના બીજા પ્રવાસી પાસેથી ૪૯.૩૮ લાખ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું હતું.
આ ઉપરાંત, ઇન્ડોનેશિયાના જકાર્તા જતા એક પ્રવાસી પાસેથી ૧૯.૧૭ લાખ રૂપિયાની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છેકસ્ટમ્સ અધિકારીઓએ ઇમિગ્રેશન કાઉન્ટર નજીકના એક વૉશરૂમમાંથી ૩૬૫ ગ્રામ સોનાની ધૂળ ધરાવતું લાવારિસ પેકેટ જપ્ત કર્યું છે. આ સોનાની ધૂળની કિંમત આશરે ૩૮.૧૦ લાખ રૂપિયા છે.

