NOVEX Communications દ્વારા ગરબા આયોજકો અને નવરાત્રી સ્થળ સંચાલકોને સંગીત વગાડવા માટે NOVEX NOC ફરજિયાત જાહેર કરાયું

Latest News આરોગ્ય ગુજરાત દેશ

Novex Communications એ તમામ ગર્બા આયોજકો અને નવરાત્રી સ્થળ સંચાલકોને જાહેર નોટિસ આપી છે કે તેમના કાર્યક્રમોમાં કૉપિરાઇટેડ સાઉન્ડ રેકોર્ડિંગ્સનો ઉપયોગ કરવા માટે NOVEX નું માન્ય લાઇસન્સ ફરજિયાત છે. નોટિસમાં જણાવાયું છે કે Novex Communications ને Saregama, Shemaroo, Zee Music Co., Tips, Yash Raj Films, Red Ribbon Entertainment અને Happy Music જેવી સંસ્થાઓના કૉપિરાઇટેડ સાઉન્ડ રેકોર્ડિંગ્સ, મ્યુઝિક વગેરેના વ્યાપારી ઉપયોગ (Commercial Exploitation) માટે non-exclusive Public Performance License આપવાનો અધિકાર છે.
પ્રારંભમાં NOVEX દ્વારા નીચે જણાવેલ સંચાલકોને નોટિસ મોકલવામાં આવી છે:
1. YPD Weddings
2. Arts Club
3. BRG Education Institute
4. Gaekwar Enterprise Pvt Ltd
5. Karnavati Club
6. La Mensa
7. Purple Blue Events
8. Rajpath Club Ltd
9. Sar Infracon
10. Tathastu Party Plot
11. Transstadia Enterprises
12. United Baroda Foundation
આ નોટિસ (મુંબઈ હાઇકોર્ટ Injunctions) આયોજકો, સ્થળ સંચાલકો, DJs, ઇવેન્ટ મેનેજરો અને પરફોર્મર્સને ચેતવણી આપે છે કે NOVEX ના રેપર્ટુઆરમાંથી ગીતો માન્ય NOVEX લાઇસન્સ લીધા વગર વગાડવા અથવા જાહેરમાં પ્રદર્શન કરવા કૉપિરાઇટ એક્ટ, 1957 ની કલમ 63 અને 69 મુજબ દંડનીય ગુનો છે. દેશભરના અનેક પ્રતિષ્ઠિત હોટલ્સ અને સ્થળોએ NOVEX લાઇસન્સ મેળવી લીધા છે અથવા માનનીય હાઇકોર્ટ દ્વારા કાનૂની રોકટોક (restrained) કરવામાં આવી છે.
Novex Communications એ આ નોટિસ Cease and Desist (મુંબઈ હાઇકોર્ટ Injunction) રૂપે જાહેર કરી છે કે ગર્બા/નવરાત્રી કાર્યક્રમોમાં NOVEX ના રેપર્ટુઆરમાંથી કોઈપણ સાઉન્ડ રેકોર્ડિંગ્સ માન્ય લાઇસન્સ વિના વગાડવા કે પ્રદર્શિત કરવા પર કડક કાર્યવાહી થશે.
Novex Communications Private Limited આયોજકો અને સ્થળ સંચાલકોને જવાબદારીપૂર્વક તહેવાર ઉજવવા અને કૉપિરાઇટના નિયમોનું પાલન કરવા માટે માન્ય NOVEX લાઇસન્સ મેળવવાની અપીલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *