મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘમાં પ્રમુખ તરીકે ગુજરાત સમાચારના પત્રકાર કુનેશ એન દવે

Latest News Uncategorized ગુજરાત દેશ

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પ્રમુખ પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પોલિટિકલ રિપોર્ટર કુનેશ એન દવે, સેક્રેટરી પદે “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પત્રકાર ધીરજ લ.રાઠોડ (ચૂંટણીના વિજેતા),

ઉપપ્રમુખ પદે “જન્મભૂમિ”ના સંજય શાહ, ખજાનચી પદે “જન્મભૂમિ”ના જીતેશ વોરા તેમજ સમિતિ સભ્યો તરીકે “ગુજરાત સમાચાર”ના ધર્મેન્દ્ર ભટ્ટ, “મુંબઈ સમાચાર”ના સપના દેસાઈ, “ગુજરાતી મિડ-ડે”ના સેજલ પટેલ અને “જન્મભૂમિ”ના ઉમેશ દેશપાંડે બિનહરીફ વિજેતા થયા છે. ચૂંટણી માત્ર સંઘના સેક્રેટરીના પદ માટે થઈ હતી જેમાં “ગુજરાત સમાચાર”ના વરિષ્ઠ પત્રકાર ધીરજ લ. રાઠોડ ભારે મતોથી વિજયી થયા હતા.

આ ઉપરાંત નવનિયુક્ત સમિતિની પ્રથમ સભામાં “ગુજરાતી મિડ-ડે”ના નિમેશ દવેની જોઇન્ટ સેક્રેટરી પદે તથા “ગુજરાતી મિડ-ડે”ના દિનેશ સાવલિયા, “જન્મભૂમિ”ના ધર્મેશ વકીલ અને “બિઝનેસ ઇન્ડિયા”ના ભરત મર્ચન્ટની કોઓપ્ટ સભ્યો તરીકે વરણી થઈ છે. સંઘના કાનૂની સલાહકાર તરીકે ડૉ. મયુર પરીખની ફરી નિયુક્તિ કરવામાં આવી છે.

નવનિયુક્ત પ્રમુખ કુનેશ એન દવેએ જણાવ્યું છે કે આગામી સમયમાં સંઘના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે તેમ જ સદસ્ય પત્રકારોના ઉત્કર્ષ માટે ઘણા કાર્યક્રમો યોજાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *