શુક્રવારે સાંજે, અંબરનાથના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા હુતાત્મા ચોક ખાતે ફ્લાયઓવર પર એક બેદરકાર કારે ટુ-વ્હીલર સવારોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જ્યારે એક ટુ-વ્હીલર સીધું ફ્લાયઓવર પરથી પડી ગયું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
શુક્રવારે સાંજે, અંબરનાથના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા હુતાત્મા ચોક ખાતે ફ્લાયઓવર પર એક જીવલેણ અકસ્માતમાં બે ચાર કોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અંબરનાથના મધ્ય ભાગમાં હુતાત્મા ચોક અને મટકા ચોક વચ્ચેનો ફ્લાયઓવર, જે પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડે છે, ત્યાં દરરોજ સાંજે ખૂબ ટ્રાફિક રહે છે. આ જ ફ્લાયઓવર પર, પૂર્વમાં હુતાત્મા ચોક વિસ્તારમાંથી એક કારે ફ્લાયઓવર પર કેટલીક બાઈકોને ટક્કર મારી હતી.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક સવાર ફ્લાયઓવર પરથી સીધો પશ્ચિમ તરફ પડી ગયો. કારે અન્ય બાઇકોને ટક્કર મારી. પોલીસે પ્રાથમિક માહિતી આપી છે કે આમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માતમાં કાર ઘટનાસ્થળે જ પલટી ગઈ હતી. જેના કારણે તે અટકી ગઈ હતી. અન્યથા, તે સમયે ફ્લાયઓવર પર ઘણા બાઈક તેની અડફેટે આવ્યા હોત.સદનસીબે, તેઓ બચી ગયા છે. માહિતી મળતાં જ ટ્રાફિક પોલીસ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ તપાસ કરી રહી છે અને અકસ્માતગ્રસ્ત વાહનને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ અકસ્માત પછી, આ વિસ્તારમાં મોટો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઇવે અને પૂર્વ ભાગમાં પણ ટ્રાફિક જામ થયો હતો.

Been hearing about vn88l. Worth the hype? Give me the lowdown before I waste my time and data on vn88l.