કેન્દ્ર સરકારની મંજૂરી મળતા રાજ્યની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા MBBS અને BDSની ખાલી પડેલી બેઠકો માટે સ્પેશયલ વેકેન્સી રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જોકે હવે આ રાઉન્ડમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીએ 3 લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવા પડશે. આ રાઉન્ડમાં માત્ર એવા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે કે જેઓને અગાઉ પ્રવેશ ફાળવાયો નથી. જો હવે વિદ્યાર્થી પ્રવેશ કન્ફર્મ ન કરાવે તો અગાઉની 10 હજાર રૂપિયા ડિપોઝિટ ઉપરાંત આ નવી 3 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ જપ્ત કરાશે.
જો કે આ રાઉન્ડમાં માત્ર એવા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે કે જેઓને અગાઉ પ્રવેશ ફાળવાયો નથી કે ચોથા રાઉન્ડમાં સીટ એલોટ થઈ નથી. જે વિદ્યાર્થીઓને અગાઉ ચોથા રાઉન્ડમાં બેઠક ફાળવાઈ હોય પરંતુ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો કે ન કરાવ્યો હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે. આ સ્પેશયલ રાઉન્ડમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીએ 3 લાખ રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે. જો વિદ્યાર્થી આ રાઉન્ડમાં મળેલ પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે તો 3 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરાશે. આ ઉપરાંત તેઓએ અગાઉ ભરેલી નિયત 10 હજારની ડિપોઝિટ પણ જપ્ત થશે. આ રાઉન્ડ બાદ ખાલી પડનારી બેઠકોમાં માત્ર ડેન્ટલની ખાલી બેઠકો માટે પાંચમો રાઉન્ડ કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ ચોથા રાઉન્ડમાં કન્સન્ટ આપી ચોઈસ ભરી હશે પરંતુ ચોથા રાઉન્ડમાં કોઈ પણ સીટ એલોટ થઈ નથી તેવા પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓ જ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
