રાજ્ય સરકારે શુક્રવારે માનવ સ્વાસ્થ્ય પર કબૂતરોની અસરનો અભ્યાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી. આ સમિતિની સ્થાપના ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર કરવામાં આવી છે. સમિતિ તેની પ્રથમ બેઠકના ૩૦ દિવસની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે.
સમિતિમાં જાહેર આરોગ્ય, પર્યાવરણ, પશુચિકિત્સા વિજ્ઞાન, સૂક્ષ્મજીવવિજ્ઞાન અને પલ્મોનોલોજીના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. પુણેના જાહેર આરોગ્ય સેવાઓના નિયામક વિજય કાંબલેને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શહેરી આયોજન વિભાગના ડિરેક્ટર જીતેન્દ્ર ભોપાલે સભ્ય સચિવ છે, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ડિરેક્ટર કિશોર રિઠે, એઇમ્સ નાગપુરના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. પ્રદીપ દેશમુખ, પશુપાલન અને ડેરી વિભાગના ડેપ્યુટી કમિશનર ડૉ. શિવાજી પવાર, પશુ કલ્યાણ બોર્ડના સચિવ ડૉ. એસ. કે. દત્તા, પલ્મોનોલોજિસ્ટ ડૉ. સુજીત રંજન – પલ્મોનોલોજિસ્ટ, ડૉ. અમિતા આઠવલે – પલ્મોનોલોજિસ્ટ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, ડૉ. મનીષા મડકાઈકર – ડિરેક્ટર, ICMR, ઇમ્યુનોલોજિસ્ટ, ડૉ. આર. જે. ઝેન્ડે – પ્રોફેસર, વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ, ડૉ. શિલ્પા પાટિલ – એસોસિયેટ પ્રોફેસર, માઇક્રોબાયોલોજી વિભાગ, ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને જેજે હોસ્પિટલ, દક્ષા શાહ – એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમિતિમા નિમણુંક કરવામા આવી છે.
