સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ સાવ ઠંડો રહ્યો હતો. જેના પરિણામો દિવસના અંતે સરેરાશ માત્ર 59.25 ટકા જેટલું સામાન્ય મતદાન નોંધાયું હતું.
દિવસ આગળ વધતા મતદાનનો ગ્રાફ ઊંચો જશે તેવી રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રની ધારણાઓ ખોટી સાબિત થઈ હતી, કારણ કે સવારે 11 વાગ્યા સુધીમાં પણ સરેરાશ મતદાન માત્ર 18.24 ટકા સુધી જ પહોંચી શક્યું હતું. બપોરના સમયની ગમી તેમજ નવરાત્રિ પર્વના પ્રારંભની અસર પણ જોવા મળી હતી, જેના કારણે લોકો તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત રહેતા મતદાન મથક સુધી પહોંચવાનું ટાળ્યું હોવાનું મનાય છે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન નાના-મોટા છમકલા લગભગ તમામ વોર્ડમાં જોવા અને સાંભળવા મળ્યા હતા, જ્યારે તકનીકી ખામી સર્જાવાને કારણે વોર્ડ નંબર 1,2,6, અને 10માં ઈવીએમ બદલવા પડ્યા હતા.
