‘સેવા, સંકલ્પ, સુશાસન અને જનકલ્યાણ’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વારાણસીથી વડનગર સુધી નીકળેલી ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’ તેના ૧૯મા દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોંચી હતી.
વારાણસીથી શરૂ થયેલી આ બાઈક યાત્રાનું પ્રાંતિજ ખાતે આવેલી શેઠ પી. એન્ડ આર. હાઈસ્કૂલ ખાતે આગમન થતાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે રાત્રી રોકાણ બાદ, બીજા દિવસે સવારે પ્રાંતિજના ભાંખરીયા બસસ્ટેશન ખાતેથી બાઈક યાત્રાને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ લીલીઝંડી આપી વડનગર તરફ આગળ રવાના કરી હતી.
વારાણસીથી પ્રસ્થાન થયેલી આ સેવા સંકલ્પ બાઈક યાત્રા ગુજરાતના વિવિધ શહેરો અને સ્થળોએ ભ્રમણ કરી રહી છે. યાત્રા દરમિયાન પ્રજાજનો સુધી ‘સેવા, સંકલ્પ, સુશાસન અને જનકલ્યાણ’નો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પંડયા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંકિતાબેન પટેલ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, શ્રી ધવલભાઈ રાવલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પંડયા, નગરપાલિકા કોર્પોરેટર શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી નિકુંજભાઈ રામી, શ્રી પિયુષભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ ભોઈ, શ્રી દર્શિલભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ મકવાણા, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સંજયસિંહ રાઠોડ તેમજ નગરપાલિકાના અધિકારીઓ, સ્ટાફ અને વિવિધ હોદ્દેદારો, કાર્યકરો તથા નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
