રસ્તા પર ચાલવું બન્યું જીવલેણ 3 વર્ષમાં 4,924 રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા!

રસ્તા પર ચાલવું બન્યું જીવલેણ 3 વર્ષમાં 4,924 રાહદારીઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા!

ગુજરાતમાં આડેધડ ડ્રાઇવિંગ અને ઓવરટેક કરવાની ઘેલછાને કારણે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. રસ્તા પર દોડતા બેફામ વાહનોના કારણે હવે નિર્દોષ રાહદારીઓ માટે રસ્તા પર ચાલવું પણ જોખમી બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાતમાં કુલ 4924 રાહદારીઓએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

ગુજરાતમાં અકસ્માતોનો ગ્રાફ દર વર્ષે નવી સપાટી વટાવી રહ્યો છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 15,000થી વધુ નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેમાં સરેરાશ 1500 જેટલા રાહદારીઓ કાળનો કોળિયો બની જાય છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને સ્પીડ ક્રેઝ આ જીવલેણ અકસ્માતો માટે સૌથી મુખ્ય જવાબદાર પરિબળો હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભોગ બનનાર લોકોને હોસ્પિટલમાં તાકીદની (ઈમરજન્સી) સારવાર આપવા પાછળ સરકારી તંત્ર અને પરિવારો દ્વારા આશરે રૂપિયા 4.6 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભયાવહ સ્થિતિની બીજી તરફ, વળતર મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માત વીમા સંબંધિત 4308 જેટલા ક્લેમ રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે અકસ્માતની સામાજિક અને આર્થિક અસરો કેટલી ઊંડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...