અદાણી ફાઉન્ડેશન સાથે સહયોગમાં અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા 21મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર 2025 સુધી યોજાયેલા તેના સ્વતેજા માર્ટ આઉટરીચ મોડેલ મહા મેળાની અદભુત સફળતાની ઘોષણા કરી હતી. પ્રોજેક્ટ સ્વાભિમાન પ્રોગ્રામનો હિસ્સો આ પહેલ અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશન, માવિન (મહિલા આર્થિક વિકાસ મહામંડળ) અને મહાપાલિકાનો સંયુક્ત પ્રયાસ છે, જેનું લક્ષ્ય મહિલા ઉદ્યોજકોને સશક્ત બનાવવાનું છે. મહા મેળાએ વિવિધ અદાણી ઈલેક્ટ્રિસિટીનાં કાર્યાલયો અને સરકારી આસ્થાપનાઓમાં તેમની હસ્તકળાકારીગરી અને ઘરે બનાવેલી પ્રોડક્ટોનું પ્રદર્શન અને વેચાણ એન્ટરપ્રેન્યોરિયલ સેલ્ફ- હેલ્પ ગ્રુપ્સ (ઈએસએચજી)ની મહિલાઓ માટે સફળતાથી મંચ પૂરું પાડ્યું. એક સપ્તાહ ચાલેલી ઈવેન્ટનાં પરિણામો આકર્ષક રહ્યાં, જેમાં અદાણી ઈલેક્ટ્રિસિટી કાર્યાલયો, મંત્રાલય, વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ટી2(મુંબઈ એરપોર્ટ) સહિત ઘણાં બધાં સ્થળે કુલ રૂ.2.70 લાખનું વેચાણ ઊપજાવ્યું હતું. આ સફળતાથી સહભાગી મહિલાઓની નાણાકીય આજીવિકા વધવા સાથે તેમનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો અને આત્મનિર્ભર બનવાનો માર્ગ કંડારવા માટે પ્રોત્સાહન મળ્યું. સ્વતેજા માર્ટ સક્ષમ સમુદાય વિકાસ પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે, એમ અદાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું. અમારા સ્વાભિમાન પ્રોજેક્ટ થકી અમે બજાર પૂરી પાડવા સાથે એવી ઈકોસિસ્ટમ નિર્માણ કરી રહ્યા છીએ, જે વંચિત સમુદાયની મહિલાઓમાં ઉદ્યોજકતા, નાણાકીય સાક્ષરતા અને આત્મનિર્ભરતા કેળવી શકે. અમે માનીએ છીએ કે આ પહેલથી નોંધપાત્ર રીતે તેમની આજીવિકા વધી છે અને તેમની સુખાકારીમાં યોગદાન મળ્યું છે. સશક્તિકરણ – આર્થિક વૃદ્ધિ માટે મંચ સ્વતેજા માર્ટ પહેલે એન્ટરપ્રેન્યોર સેલ્ફ- હેલ્ફ ગ્રુપ્સ (ઈએસએચજી)નો હિસ્સો 4500થી વધુ મહિલા ઉદ્યોજકો માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. માર્ટમાં 20 સ્ટોલ હતા, જ્યાં પારંપરિક હસ્તકળા કારીગરીની વસ્તુઓથી લઈને ઓર્ગેનિક અને ઘરે બનાવેલી ચીજો સહિત વિવિધ શ્રેણીની ચીજોનો સમાવેશ થતો હતો. પ્રોજેક્ટમાં ક્લાઉડ કિચન સુવિધાનો સમાવેશ થતો હતો, જેણે ઊભરતા ખાદ્ય ઉદ્યોજકો માટે પ્રોફેશનલ ક્યુલિનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું હતું. ઉચ્ચ ધોરણોની ખાતરી રાખવા માટે 60 ઈએસએચજી સભ્યોને ઈન્ડિયન હોટેલ મેનેજમેન્ટ (આઈએચએમ) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) તરફથી ખાદ્યની તૈયારી, હાઈજીન અને સુરક્ષામાં વ્યાપક તાલીમ અપાઈ હતી. 2022માં તેના લોન્ચથી અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશનની ફ્લેગશિપ મહિલા સશક્તિકરણ અને આજીવિકા નિર્મિતી પહેલ પ્રોજેક્ટ સ્વાભિમાને મોટી છલાંગ લગાવી છે. પ્રોગ્રામ મલાડ- માલવણી, મીરા રોડ અને ભાયંદરમાં વંચિત સમુદાયની મહિલાઓને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઈડીપી) પૂરો પાડે છે, જે તાલીમ, નાણાકીય સાક્ષરતા, વેપાર યોજનાનો વિકાસ અને કુશળતા વધારવાની તક પ્રદાન કરે છે. પ્રોજેક્ટે 171 મહિલાઓના સ્વસહાય સમુહો માટે રૂ. 4,81,84,000ની રકમ સાંકળતી ધિરાણ સુવિધાનો માર્ગ મોકળો બન્યો હતો, જેનાથી 1224 ઈએસએચજી સભ્યોને લાભ થયો હતો. આને કારણે હવે 500+ મહિલાઓ પોતાન વેપાર ધરાવે છે સહભાગીઓની સરેરાશ આવક 29 ટકાથી વધી છે.
Continue Reading