કઠલાલ તાલુકામાં 9 વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં આચાર્યને 6 વર્ષની કેદ…

કઠલાલ તાલુકામાં ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારીરિક અડપલાના કેસમાં શાળાના આચાર્યને કપડવંજ કોર્ટે ૬ વર્ષની કેદની સજા ફટકારી રૂા. એક લાખના દંડનો હુકમ કર્યો છે.  કઠલાલ તાલુકાના પીઠાઈ ગામના અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ. ૪૬) તાલુકાના એક ગામની શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતો હતો. તા. ૩૧-૮-૨૦૨૪ના રોજ સવારે ૮ વાગ્યાના સુમારે તથા અગાઉ બે મહિના […]

Continue Reading

કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી..

કપડવંજ કરશનપુરા રોડ ઉપર રાજસ્થાન કોલોનીમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ, સોના- ચાંદીના દાગીના સહિત રૂા. ૬ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. કપડવંજની રાજસ્થાન કોલોનીમાં ગીતાબેન ગુણવંતભાઈ તેમજ તેમની બાજુમાં શાન્તાબેન પતાજી રાઠોડ બંનેના મકાનો બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા […]

Continue Reading

ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી…

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે અને ફાયર એનઓસી નહિં લેનાર તેમજ ફાયર એનઓસી રીન્યુ નહિં કરાવનાર આશરે ૩પ૦ બિલ્ડીંગ ધારકને નોટિસ ફટકારી છે.  રાજ્ય સરકારના નિયમ મુજબ ભાવનગર સહિત રાજ્યભરમાં નવા અને જુના બિલ્ડીંગ ધારકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) લેવુ ફરજીયાત છે, જેના પગલે ભાવનગર શહેરમાં […]

Continue Reading

રૂા.20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ખુદ બનેવીની સંડોવણી…

પોરબંદર નજીકના રાણાકંડોરણાના ધાર વિસ્તારમાં સોમવારે ભરબપોરે ત્રાટકેલા છ ધાડપાડુઓએ ૨૭ તોલા સોનાના દાગીના અને રોકડ સહિત ૨૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાશી છૂટતા પોલીસે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને તમામ છ લૂટારુઓને પકડી લેવામાં આવ્યા છે. લૂંટના આ બનાવમાં એવી ચોકાવનારી વિગત બહાર આવી […]

Continue Reading

પાણીજન્ય રોગના કેસમાં વધારો ૨૫, ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા….

જુલાઈ મહીનામાં અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે.કોલેરાના ૨૬ દિવસમાં ૨૫ કેસ નોંધાયા છે.ઝાડા ઉલટીના ૭૦૩ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપાતા પાણીમાંથી લેવામા આવેલા ૭૯ સેમ્પલ પીવાલાયક નહતા. ૭૫ સેમ્પલમા કલોરીન નીલ હતુ. પ્રદુષિત પાણી, ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ગંદકી જેવા કારણોને લઈ શહેરના વિવિધ વોર્ડમાં કોલેરાના કેસ વધી રહયા છે.૨૬ […]

Continue Reading

નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ હસ્તકના અલગ-અલગ ત્રણ પુલો પર વાહનોના પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખમીસણાથી સુરેન્દ્રનગર જવા ચમારજ, દુધરેજ થઇ વટેશ્વર વન નજીકના કેનાલ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર કેનાલ પર આવેલા પુલ અને મોરબી બ્રાન્ચ કેનાલનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા […]

Continue Reading

ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં ગોળીબાર પોલીસ અધિકારી સહિત ચારનાં મોત…

  ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં એક રાયફલધારી વ્યકિતએ ચાર લોકોની હત્યા કરી  હતી જેમાં એક ઓફ ડયુટી ન્યૂયોર્ક પોલિસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. તેણે પાંચમાં વ્યકિતને ઘાયલ કર્યો હતો અને ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી  તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. મૃતક પોલીસ અધિકારીની ઓળખ ૩૬ વર્ષીય દીદારુલ ઇસ્લામ તરીકે કરવામાં […]

Continue Reading

નદીમાં પાણી છોડાતા તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ…

ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઇ છે ગઇ છે અને ઉપરવાસથી વધુ પાંચ હજાર ક્યુસેક  પાણી છોડવામાં આવતા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એટલું જ ધોળકા અને દસ્ક્રોઇ ચાલુકાના ૨૬ જટેલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા […]

Continue Reading

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

પાલિતાણા પંથકમાં ૧૮ વર્ષની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. આ અંગે યુવતીની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાલિતાણા પંથકની એક ૧૮ વર્ષની યુવતી સાથે સાલમાન શબીરભાઈ સૈયદ (રહે.જમણવાવ, તા.પાલિતાણા) નામના શખ્સે ગત તા.૨૮-૦૬થી ૨૭-૦૭ વચ્ચેના સમયગાળા દરમિયાન યુવતી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો. […]

Continue Reading

પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોરબંદરની મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને પોતાના મકાનના ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી બેન્કમાંથી રૂપિયા 2 લાખ 5 હજારની લોન મેળવી લઇ પૈસા અને રૂ નું મશીન મહિલાને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ ફરિયાદ […]

Continue Reading