ભારત – પ્રજાસત્તાક કોરિયા નૌકાદળ દ્વિપક્ષીય કવાયતના ઉદ્ઘાટન આવૃત્તિમાં ભાગ લેવા માટે INS સહ્યાદ્રી બુસાન પહોંચ્યું

દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચાલુ કાર્યરત જમાવટના ભાગ રૂપે, ભારતીય નૌકાદળ જહાજ સહ્યાદ્રીએ 13 ઓક્ટોબર 2025 ના રોજ બુસાન નૌકાદળ હાર્બર, દક્ષિણ કોરિયા ખાતે પ્રથમ ભારતીય નૌકાદળ (IN) – પ્રજાસત્તાક કોરિયા નૌકાદળ (RoKN) દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લેવા માટે બંદર મુલાકાત લીધી. RoKN એ ભારત અને કોરિયા સરકાર વચ્ચે વધતી જતી નૌકાદળ-થી-નૌકાદળ ક્રિયાપ્રતિક્રિયાઓ અને […]

Continue Reading

પશ્ચિમ રેલ્વેના ૧૨ કર્મચારીઓને જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડથી સન્માનિત

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ, પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, મુંબઈ ખાતે ૧૨ કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે, સલામત ટ્રેન સંચાલનમાં યોગદાન આપવા બદલ સન્માનિત કર્યા. આ કર્મચારીઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન તેમની ફરજોમાં સતર્ક રહ્યા, કોઈપણ અનિચ્છનીય ઘટનાને સફળતાપૂર્વક ટાળી. આ ૧૨ કર્મચારીઓમાં મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, રતલામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનના […]

Continue Reading

એકનાથ શિંદે દ્વારા શરૂ કરાયેલી આઠ યોજનાઓ બંધ? વિપક્ષના આરોપો પર દેવેન્દ્ર ફડણવીસનો ખુલાસો

વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાન બંધ થઈ રહી છે. શિવસેના (ઉધ્ધવ) ના નેતા અંબાદાસ દાનવેએ સોશિયલ મીડિયા પર આવી આઠ યોજનાઓની યાદી જાહેર કરી છે. જોકે, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ આરોપને ફગાવી દીધો છે. ફડણવીસે કહ્યું છે કે […]

Continue Reading

ખાડાઓને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને છ લાખનું વળતર

સોમવારે હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો કે સારા અને સલામત રસ્તાઓ સુધી પહોંચવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તેણે એવો પણ ચુકાદો આપ્યો કે ખાડાઓ અને ખુલ્લા મેનહોલમાં પડવાથી મૃત્યુ પામેલા મૃતકો અને ઘાયલ નાગરિકોના સંબંધીઓ વળતર મેળવવાને પાત્ર છે. એટલું જ નહીં, કોર્ટે ખાડાઓ અને ખુલ્લા મેનહોલમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને છ લાખનું વળતર અને ઈજાના […]

Continue Reading

મેટ્રો ૩: ભૂગર્ભ મેટ્રો મુસાફરી માટે હવે વોટ્સએપ ટિકિટ ઉપલબ્ધ

કોલાબા-બાંદ્રા-સીપ્ઝ-આરે ભૂગર્ભ મેટ્રો લાઇન ૯ સપ્ટેમ્બરથી આરે અને કફ પરેડ વચ્ચે પૂર્ણ ક્ષમતાથી દોડવાનું શરૂ કરી દીધું છે. આ લાઇનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને વોટ્સએપ ટિકિટિંગ સેવા શરૂ કરી છે. આ સેવા શરૂ થઈ ગઈ છે અને હવે મુસાફરોને ટિકિટ માટે કતારોમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. […]

Continue Reading

ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલ કોલેજિયન યુવક; હતાશામાં ટ્રેન નીચે આત્મહત્યા કરી

ઓનલાઈન શેરબજારમાં છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ૨૦ વર્ષીય યુવકે રેલ્વે ટ્રેક પર કૂદીને આત્મહત્યા કરી. આ કેસની તપાસ કર્યા પછી, કુર્લા રેલ્વે પોલીસે ૩ મહિના પછી છેતરપિંડી અને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ ૪ લોકો સામે કેસ નોંધ્યો છે. મુખ્ય સાયબર છેતરપિંડી કરનારાઓની શોધ ચાલુ છે. મૃતક યુવક વિજય ટેટ (૨૦) છે, જે પવઈનો રહેવાસી […]

Continue Reading

ગર્લફ્રેન્ડ બનવા માટે નકારતા AI ની મદદથી અશ્લિલ ફોટા બનાવી વાયરલ કર્યા

ઓનલાઈન ગેમિંગ હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, આપણે સરળતાથી એકબીજાના સંપર્કમાં આવીએ છીએ. મિત્રતાનું પરિણામ છે. તેના ફાયદા અને ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા બદનક્ષીના કિસ્સાઓ પણ બન્યા છે. પિંપરી ચિંચવડમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. આના કારણે બધા હચમચી ગયા છે. […]

Continue Reading

ઑડિટ કેસ ધરાવતા કરદાતાઓ માટે ટૂંક સમયમાં ITR ફાઇલ કરવાની તારીખ વધારાશે

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટએ એક મહત્વપૂર્ણ ચુકાદામાં CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ)ને આદેશ આપ્યો છે કે ઑડિટ કેસ ધરાવતા કરદાતાઓ માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તારીખ વધારવામાં આવે. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે ટેક્સ […]

Continue Reading

રામ ચરણની વડાપ્રધાન મોદીને વિશેષ ભેટ

અભિનેતા રામ ચરણે આજે આર્ચરી પ્રીમિયર લીગ (APL) ના ચેરમેન અનિલ કામિનેની અને ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ વીરેન્‍દ્ર સચદેવા સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત લીગના પ્રથમ સીઝનની સફળ પૂર્ણાહુતિના અવસર પર યોજાઈ હતી. આ દરમિયાન ટીમે વડાપ્રધાનને એક પ્રતિકાત્મક ધનુષ ભેટ આપ્યું, જે લીગની સફળતાનું પ્રતીક હતું. અનિલ કામિનેનીના […]

Continue Reading

અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશનની સ્વતેજા માર્ટ પહેલ મહિલા ઉદ્યોજકોને સશક્ત બનાવે છેઃ મહા મેળા વીક દરમિયાન નોંધપાત્ર સફળતા હાંસલ કરી

અદાણી ફાઉન્ડેશન સાથે સહયોગમાં અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા 21મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર 2025 સુધી યોજાયેલા તેના સ્વતેજા માર્ટ આઉટરીચ મોડેલ મહા મેળાની અદભુત સફળતાની ઘોષણા કરી હતી. પ્રોજેક્ટ સ્વાભિમાન પ્રોગ્રામનો હિસ્સો આ પહેલ અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશન, માવિન (મહિલા આર્થિક વિકાસ મહામંડળ) અને મહાપાલિકાનો સંયુક્ત પ્રયાસ છે, જેનું લક્ષ્ય મહિલા ઉદ્યોજકોને સશક્ત બનાવવાનું છે. મહા મેળાએ વિવિધ અદાણી ઈલેક્ટ્રિસિટીનાં કાર્યાલયો અને સરકારી આસ્થાપનાઓમાં તેમની હસ્તકળાકારીગરી અને ઘરે બનાવેલી પ્રોડક્ટોનું પ્રદર્શન અને વેચાણ એન્ટરપ્રેન્યોરિયલ સેલ્ફ- હેલ્પ ગ્રુપ્સ (ઈએસએચજી)ની મહિલાઓ માટે સફળતાથી મંચ પૂરું પાડ્યું. એક સપ્તાહ ચાલેલી ઈવેન્ટનાં પરિણામો આકર્ષક રહ્યાં, જેમાં અદાણી ઈલેક્ટ્રિસિટી કાર્યાલયો, મંત્રાલય, વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ટી2(મુંબઈ એરપોર્ટ) સહિત ઘણાં બધાં સ્થળે કુલ રૂ.2.70 લાખનું વેચાણ ઊપજાવ્યું હતું. આ સફળતાથી સહભાગી મહિલાઓની નાણાકીય આજીવિકા વધવા સાથે તેમનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો અને આત્મનિર્ભર બનવાનો માર્ગ કંડારવા માટે પ્રોત્સાહન મળ્યું. સ્વતેજા માર્ટ સક્ષમ સમુદાય વિકાસ પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે, એમ અદાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું. અમારા સ્વાભિમાન પ્રોજેક્ટ થકી અમે બજાર પૂરી પાડવા સાથે એવી ઈકોસિસ્ટમ નિર્માણ કરી રહ્યા છીએ, જે વંચિત સમુદાયની મહિલાઓમાં ઉદ્યોજકતા, નાણાકીય સાક્ષરતા અને આત્મનિર્ભરતા કેળવી શકે. અમે માનીએ છીએ કે આ પહેલથી નોંધપાત્ર રીતે તેમની આજીવિકા વધી છે અને તેમની સુખાકારીમાં યોગદાન મળ્યું છે. સશક્તિકરણ – આર્થિક વૃદ્ધિ માટે મંચ સ્વતેજા માર્ટ પહેલે એન્ટરપ્રેન્યોર સેલ્ફ- હેલ્ફ ગ્રુપ્સ (ઈએસએચજી)નો હિસ્સો 4500થી વધુ મહિલા ઉદ્યોજકો માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. માર્ટમાં 20 સ્ટોલ હતા, જ્યાં પારંપરિક હસ્તકળા કારીગરીની વસ્તુઓથી લઈને ઓર્ગેનિક અને ઘરે બનાવેલી ચીજો સહિત વિવિધ શ્રેણીની ચીજોનો સમાવેશ થતો હતો. પ્રોજેક્ટમાં ક્લાઉડ કિચન સુવિધાનો સમાવેશ થતો હતો, જેણે ઊભરતા ખાદ્ય ઉદ્યોજકો માટે પ્રોફેશનલ ક્યુલિનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું હતું. ઉચ્ચ ધોરણોની ખાતરી રાખવા માટે 60 ઈએસએચજી સભ્યોને ઈન્ડિયન હોટેલ મેનેજમેન્ટ (આઈએચએમ) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) તરફથી ખાદ્યની તૈયારી, હાઈજીન અને સુરક્ષામાં વ્યાપક તાલીમ અપાઈ હતી. 2022માં તેના લોન્ચથી અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશનની ફ્લેગશિપ મહિલા સશક્તિકરણ અને આજીવિકા નિર્મિતી પહેલ પ્રોજેક્ટ સ્વાભિમાને મોટી છલાંગ લગાવી છે. પ્રોગ્રામ મલાડ- માલવણી, મીરા રોડ અને ભાયંદરમાં વંચિત સમુદાયની મહિલાઓને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઈડીપી) પૂરો પાડે છે, જે તાલીમ, નાણાકીય સાક્ષરતા, વેપાર યોજનાનો વિકાસ અને કુશળતા વધારવાની તક પ્રદાન કરે છે. પ્રોજેક્ટે 171 મહિલાઓના સ્વસહાય સમુહો માટે રૂ. 4,81,84,000ની રકમ સાંકળતી ધિરાણ સુવિધાનો માર્ગ મોકળો બન્યો હતો, જેનાથી 1224 ઈએસએચજી સભ્યોને લાભ થયો હતો. આને કારણે હવે 500+ મહિલાઓ પોતાન વેપાર ધરાવે છે સહભાગીઓની સરેરાશ આવક 29 ટકાથી વધી છે.

Continue Reading