ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત…

મુન્દ્રાના જુના બંદર રોડ પર દાદાવાડી સામે બુધવારે સાંજે ક્રેઈનની અડફેટે આવી જતાં સાયકલ સવાર આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજયું હતું. ભારે વાહન થકી અવાર નવાર અકસ્માતના બનતા બનાવને લઈ આસપાસના લોકોમાં આક્રોશ સાથે માર્ગ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરી વાહનોનો ચક્કાજામ સર્જીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસે વાહન […]

Continue Reading

1.07 લાખની સીરપનો જથ્થો જપ્ત : તબેલામાં પરમિટ વગર જથ્થો રાખી વેચતો હતો

 તારાપુર તાલુકાના મિલરામપુરા ખાતેથી ગેરકાયદે નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે નશાકારક કફ સીરપની ૧૦૮૦ બોટલ કબજે લઈ તારાપુર પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારાપુર પંથકમાં નશા કારક કફ સીરપનો વેપાર છેલ્લા ઘણા સમયથી ફુલ્યો ફાલ્યો છે. તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં […]

Continue Reading

સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું…

મુળીના ધોળીયામાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની તપાસમાં શ્રમિકોને કૂવામાં ઊતારી સુરંગ બનાવી કાર્બોસેલ બહાર કઢાતો હતો. તંત્રની ટીમે ૩૮ મજૂરને કૂવામાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢી ૪-ટ્રેકટર, ૬-ચરખી, સાત કૂવામાંથી ગેરકાયદે કાઢવામાં આવેલો કાર્બોસેલ સહિત રૂા.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુળી તાલુકાના ધોળીયા ગામના […]

Continue Reading

અમદાવાદમાં પ્રતિબંધ છતાં ભારે વાહનો પરમિટ વગર કેમ દોડે છે ???

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની બુધવારે (30મી જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો સામેની પોલીસ તંત્ર અને સત્તાવાળાઓની કામગીરી પરત્વે અસંતોષ વ્યકત કરી તેને હજુ વધુ કડક અને અસરકારક […]

Continue Reading

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ?

અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત હાલમાં રોપા-વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઈનિસિએટીવ્સ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.   વૃક્ષ ઘટવા પાછળ વિવિધ પ્રોજેક્ટ માટે […]

Continue Reading

જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ… સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના 591 બનાવ નોંધાયા..

ભાવનગર શહેર અને જિલ્લામાં સવા બે વર્ષ ઉપરાંતના સમયમાં આગના ૫૯૧ બનાવ નોંધાયા હતા. જેને બીજા શબ્દોમાં કહીએ તો જિલ્લામાં દર બે દિવસે આગનો બનાવ બન્યો હતો. શહેર અને જિલ્લામાં ક્યાંય પણ આગનો બનાવ બને એટલે સૌથી પહેલા લોકોને ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ યાદ આવે અને ગણતરીની પળોમાં ફાયર વિભાગનો નંબર રણકે. શિયાળો, ઉનાળો કે […]

Continue Reading

9 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિ બનાવવા, વેચવા પર પ્રતિબંધ…

જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે પીઓપી કે કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ તથા ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. વિસર્જિત કરી દેવા માટેની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી)માંથી બનાવવામાં […]

Continue Reading

જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ..

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ ૨૪.૨૨ ઈંચ વરસાદ પડી ગયો છે. જેમાં બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૧.૮ ઈંચ, સૌથી ઓછો ઉમરેઠમાં ૧૪.૯૨ ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મંગળવારે વરસાદનું જોર નહિવત જોવા મળ્યું હતું. હવામાન ખાતાની આણંદની કચેરીના તા. ૨૯મી જુલાઈના સવારના રિપોર્ટ મુજબ આણંદ […]

Continue Reading

કોલોનીમાં બે મકાનના તાળા તોડી 6 લાખની ચોરી..

કપડવંજ કરશનપુરા રોડ ઉપર રાજસ્થાન કોલોનીમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ, સોના- ચાંદીના દાગીના સહિત રૂા. ૬ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. કપડવંજની રાજસ્થાન કોલોનીમાં ગીતાબેન ગુણવંતભાઈ તેમજ તેમની બાજુમાં શાન્તાબેન પતાજી રાઠોડ બંનેના મકાનો બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા […]

Continue Reading

ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી…

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મામલે સર્વે કરવામાં આવી રહ્યો છે અને ફાયર એનઓસી નહિં લેનાર તેમજ ફાયર એનઓસી રીન્યુ નહિં કરાવનાર આશરે ૩પ૦ બિલ્ડીંગ ધારકને નોટિસ ફટકારી છે.  રાજ્ય સરકારના નિયમ મુજબ ભાવનગર સહિત રાજ્યભરમાં નવા અને જુના બિલ્ડીંગ ધારકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) લેવુ ફરજીયાત છે, જેના પગલે ભાવનગર શહેરમાં […]

Continue Reading