અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં

અમદાવાદના મધ્યઝોનમાં આવેલા ખાડીયા, જમાલપુર અને દરિયાપુર ઉપરાંત પૂર્વમાં આવેલા ગોમતીપુર તથા દક્ષિણઝોનમાં આવેલા બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના 24 સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઉલટી, કમળા ઉપરાંત ટાઈફોઈડ અને કોલેરાના મળી કુલ 1385 કેસ વિવિધ વિસ્તારમાં નોંધાયા હતા. કોર્પોરેશનના સર્વે પછી આ તમામ વોર્ડને હાઈરિસ્ક ઝોનમાં મુકવામાં આવ્યા છે. […]

Continue Reading

આઇફોન અને ગૂગલ પિક્સલ યુઝર્સ ચેતી જજો, ઈ-સિમથી થઈ રહ્યાં છે બેન્ક એકાઉન્ટ ખાલી…

ભારતના મોબાઇલ યુઝર્સ હવે એક નવા પ્રકારનો સામનો કરી રહ્યાં છે. તેમની ઈ-સિમ ટેક્નોલોજીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ધ ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા આ વિશે લોકોને ચેતવવામાં આવી રહ્યાં છે. આ ડિપાર્ટમેન્ટ હોમ અફેર્સની અંડર કામ કરે છે. I4C દ્વારા દેશના તમામ નાગરિકોને આ સ્કેમથી ચેતવીને રહેવા કહ્યું છે કારણ કે એવા […]

Continue Reading

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ

ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. જો પાકિસ્તાનમાં પૂરનું કારણ ભારત છે, તો આપણે વિચારવું જોઈએ કે ભારતના પંજાબમાં પૂર કેમ આવે છે? પંજાબની નદીઓ, સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગરમાં પૂર આવે છે, આ નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં […]

Continue Reading

પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે. એવામાં હવે ક્વેટામાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BNP)ની રેલીને નિશાન બનાવીને પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકોના મોતના અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.   આ ઘટના શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ […]

Continue Reading

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ

રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે. 3 સપ્ટેમ્બરના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે. રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ […]

Continue Reading

અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ કોર્ટે તેમના દ્વારા લાગુ કરાયેલા ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. ત્યારે હવે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા નિર્ણય પર સ્ટે મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને વહીવટીતંત્ર અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરે છે. અમેરિકન કોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે ટ્રમ્પ સરકારે ગયા […]

Continue Reading

સુરતના વિદ્યાર્થીની કમાલ, હૃદયનું સતત મોનિટરિંગ કરી ડૉક્ટરને બધો ડેટા પહોંચાડતી ચીપ બનાવી

કોરોના બાદ અચાનક હાર્ટ એટેકના કેસમાં વધારા વચ્ચે સુરતની એસવીએનઆઇટીમાં પીએચ.ડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગાઇડ અને અન્ય અઘ્યાપકની મદદથી દોઢ વર્ષની મહેનત બાદ એક એવી ચીપ તૈયાર કરી છે. જે હૃદયનું સતત મોનિટરીંગ કરે છે. અને બ્લુટુથ કે અન્ય ડિવાઇસથી તમામ ડેટા ડોકટર પાસે પહોંચાડી શકાય છે. દેશમાં કુલ 31 સેમીકન્ડકટર ચીપ તૈયાર થઇ છે […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો

સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, […]

Continue Reading

અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ

ટેરિફ અંગેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત માલાબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ ક્વાડ દેશો ભાગ લેશે. અધિકારીઓએ માહિતી આપતા જમાવ્યું કે, ‘બંને દેશો વચ્ચે પહેલીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યુદ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.’ ભારતીય વિદેશ મંત્રાલયે […]

Continue Reading

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત

સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોત થયા હોવાનું અને અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી […]

Continue Reading