ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો, હાર્વર્ડની ફન્ડિંગમાં કાપ મૂકવાનો નિર્ણય પણ જજે પલટી નાખ્યો

ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા ટેરિફ પછી કેલિફોર્નિયામાં સૈનિકોની તહેનાતી મામલે કોર્ટે જોરદાર ઝટકો આપ્યા બાદ હવે ફરી એક મામલે મોટો આંચકો કોર્ટે આપ્યો છે. માહિતી અનુસાર અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને રિસર્ચ માટેના ભંડોળમાં 2.6 બિલિયન ડૉલરનો કાપ મૂકવાના નિર્ણયને ઉલટાવી દીધો. આ નિર્ણય હાર્વર્ડ યુનિવર્સિટીની એક મોટી જીત છે. જસ્ટિસ એલિસન બરોઝે કહ્યું […]

Continue Reading

પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર…

પંજાબ હાલમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે રાજ્યની મુખ્ય નદીઓ, સતલજ, બિયાસ અને રાવી પૂરની સ્થિતિમાં છે. મોસમી નાળા પણ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે. પૂરમાં અત્યાર સુધીમાં 37 લોકો મૃત્યુ પામ્યા છે અને 3.5 લાખથી વધુ […]

Continue Reading

પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત

બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના સુમારે પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુઇયા વળાંક પાસે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજેશ કુમાર (કુર્જી), સંજય કુમાર સિંહા (પટેલનગર), કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલ કુમારનો સમાવેશ થાય છે. આ બધા જંતુનાશકો […]

Continue Reading

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન

બુધવારે GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, 5% અને 18%. એટલે કે, 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને […]

Continue Reading

‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ

56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘ટેરિફમાં ઉથલપાથલ એ GST સુધારાને અસર કરતો મુદ્દો નથી. અમે દોઢ વર્ષથી તેના પર કામ કરી રહ્યા છીએ.’  નાણામંત્રીએ કહ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા વગેરેના દરો પર કામ કરી […]

Continue Reading

‘GSTના સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું…’, પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ કેમ આવું બોલ્યાં?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ GST દરોમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે કેન્દ્ર સરકારના આ પગલાંની ટીકા કરી હતી અને કહ્યું હતું કે GST દરોમાં આઠ વર્ષ એટલે ખૂબ મોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. પી ચિદમ્બરમે એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, હાલની જીએસટી વ્યવસ્થા […]

Continue Reading

ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ

 ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદ થનારા સૈનિકોને ઓળખ સંતમ કુમાર અને સુનીલ રામ તરીકે થઇ હતી. જ્યારે આ એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થનારા જવાનની ઓળખ રોહિત કુમાર તરીકે થઈ છે. આ કેસની માહિતી આપતાં ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, પોલીસને સૂચના મળી […]

Continue Reading

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો

પંજાબ પોલીસે સનૌર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જે દુષ્કર્મના કેસમાં વોન્ટેડ છે. તે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) કરનાલના ડાબરી ગામથી ફરાર થઈ ગયો હતો. ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, ‘મને માહિતી મળી […]

Continue Reading

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ

અમદાવાદમાં દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ નવા રોડ બનાવવા, રીસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. વિવિધ રસ્તાઓની જાળવણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં તૂટેલા રસ્તા  અને ફુટપાથ 24 કલાકમાં રીપેર કરવા આદેશ કર્યો છે. ૨૪ મીટર કે તેથી વધુ પહોળાઈના રોડનું દર ત્રણ મહીને ઈન્સપેકશન […]

Continue Reading

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા

સુરત કોંગ્રેસ કાર્યાલય પર આક્રમક વિરોધ કરનારા ભાજપને તેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં પ્રશ્ન પુછવામાં મેયર જવાબ આપવાની ના પાડી દેતા આજે વિપક્ષે મેયર કચેરી સામે રજૂઆત-વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મેયર આવે તે પહેલાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેયર આવ્યા ત્યારે વિપક્ષ સાથે ઘર્ષણ પણ થયું […]

Continue Reading