બનાસકાંઠાના સુઇગામમાં 16 ઈંચ તો કચ્છના રાપરમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, આજે શાળા-કોલેજો બંધ

ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 12 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત […]

Continue Reading

AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા, વિધાનસભા સત્રમાં હાજરી આપશે

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર […]

Continue Reading

વેપાર નિર્ભરતા અને સરહદી વિવાદો વચ્ચે ચીન સાથે મોદીની વિદેશ નીતિની આકરી પરીક્ષા

બે વ્યક્તિ નૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. સંગીતના મંદ અવાજો સંભળાઈ રહ્યા છે. ગાયક હજુ દેખાતો નથી, પરંતુ રૂપરેખા પરથી સ્પષ્ટ થાય છે કે ગાયક ભારતના વડા પ્રધાન નથી. મહાબલીપુરમ, ચીનના પ્રમુખ શી જિન પિંગ સાથે ઝૂલા પર ઝૂલવાની તેમની સહજતા, ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ ગલવાન ખાતે પીએલએ અને ભારતીય સૈન્ય વચ્ચે સંઘર્ષ, વીસ […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એનડીએના સાંસદોની ડિનર પાર્ટી રદ…

૯મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના રહેઠાણએ એનડીએના સાંસદો માટે ડિનરનું આયોજન થયું હતું. જોકે હવે આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. એમ મનાય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એનડીએની એકતા બતાવવા માટે આ ડિનર પાર્ટીનું આયોજન થયું હતું. ડિનર પાર્ટી રદ કરવાનું કારણ એવું અપાય છે કે, ઉત્તર ભારતના […]

Continue Reading

‘દવા ખાઓ-પૈસા કમાઓ’ : ક્લિનિકલ ટ્રાયલે અમદાવાદના યુવકની જીંદગી બરબાદ કરી

ગુજરાત દવાના ઉત્પાદનમાં તો મોખરે રહ્યું છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં પણ રાજ્ય અગ્રેસર રહ્યુ છે. ગુજરાતમાં જાણે અનઅધિકૃત કલિનિકલ ટ્રાયલનો ધીકતો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેના કારણે બેરોજગારોએ કમાણીની લહાયમાં ક્લિનિકલ રિસર્ચ માટે આંધળી દોટ મૂકી છે. પરંતુ તેમને એ વાતનો ખ્યાલ નથી કે, રૂપિયા ખાતર તે તેમના જીવને જોખમમાં […]

Continue Reading

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા

 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ સાંસદોની વિચાર મંથન માટેની બે દિવસની વર્કશોપ રવિવારે સંસદ પરિસરમાં શરૂ થઈ હતી. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના બધા જ સાંસદોએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં પીએમ મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ તસવીર વાયરલ થઈ છે. સંસદ […]

Continue Reading

તેલંગાણાના હૈદરાબાદમાં આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, 12000 કરોડનો મુદ્દામાલ જપ્ત

મુંબઈ નજીકના કાશીમીરાથી ઝડપાયેલાં ડ્રગની તપાસમાં તેલંગાણા પહોંચેલી  મીરા  ભાયંદર વસઈ વિરાર પોલીસે હૈદરાબાદ સ્થિત એક સિન્થેટિક ડ્રગ્સ મેન્યુફેકચરીંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. દેશના ઘણા ભાગોમાં કથિત રીતે ડ્રગ્સ સપ્લાઈ કરતા આ યુનિટમાંથી પોલીસે 12 હજાર કરોડ રૂપિયાની ડ્રગ્સ બનાવવાની સામગ્રી જપ્ત કરી 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ડ્રગ વિષયક કેસોમાં આ […]

Continue Reading

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ

ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ અને કાલી માતા મંદિર નજીક મનસા દેવી હીલ્સના પર્વતનો એક મોટો ભાગ સોમવારે તૂટી પડ્યો, જેના કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. આ કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. માહિતી અનુસાર કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને […]

Continue Reading

અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજે વરસતા વરસાદ વચ્ચે નિવિઘ્ને સંપન્ન થયો હતો.સાત દિવસના મહામેળામાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન કરીને મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું. સાત દિવસમાં 232.610 ગ્રામ સોનાની આવક અંબાજીમાં આજે મેળાના અંતિમ દિવસે […]

Continue Reading

હાઇવે પર બ્રિજો પાસે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા 10 કિલોમીટરનો જામ

વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપરના બ્રિજો પાસે ખાડાઓ પડી જતા ટ્રાફિક જામની વધુ એક સમસ્યા સર્જાઈ છે. જેને કારણે વાઘોડિયા ચોકડી પર આજે 10 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો હતો. વડોદરા કરજણ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા બે વર્ષથી સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે 10 થી 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે […]

Continue Reading