ભારતની જેલમાં માનવઅધિકારોનો ભંગ થાય છે તેવા આરોપોનો મેહુલ ચોક્સીના એ દાવાઓને ખુલાસો કરવા મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨ની ભારતે બેલ્જિયમના અધિકારીઓને તસવીરો મોકલી છે. જે અન્વયે ભારતના ભાગેડુ ગુનેગાર મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં રાખવાનો માર્ગ મોકળો બની ગયો છે.
મેહુલ ચોક્સીના વકિલે બેલ્જિયમની કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતની જેલની સ્થિતિ ખરાબ છે તેમ જ ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરતું નથી. ભારતની જેલમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન થાય છે અને અસુરક્ષિત છે.જે આરોપો નકારી ભારતે જોકે, કોર્ટે આ દાવાઓને પણ ફગાવી દેતા કહ્યું હતું કે ચોક્સી દ્વારા રજૂ કરાયેલા અહેવાલો યોગ્ય નથી તેમજ મેહુલ ચોકસીને રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર બારની તસવીરો બેલ્જિયમને સોંપવામાં આવી છે, જેથી પ્રત્યાર્પણ પછી ચોક્સીને અહીં રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પરની વાયરલ તસવીરોમાં બેરેક ૪૬ વર્ગ મીટરમાં ફેલાયેલી છે, જેમાં બે સેલ છે.
મીડિયાના અહેવાલ મુજબ મેહુલ ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે, જે હાઈ સિક્યોરિટીવાળી જેલ છે.એક જમાનામાં 26/11 આતંકવાદી હુમલાના આતંકવાદી અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો એવું પણ સરકારી રિપોર્ટમાં જણાવ્યું છે. ચોક્સીને જેલની બહાર ફક્ત મેડિકલ કારણસર અથવા કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવશે. તેની દેખરેખ તપાસ એજન્સી નહીં, પરંતુ કોર્ટના અધિકારક્ષેત્રમાં રહેશે. ભારતે કોર્ટને જણાવ્યું છે કે જેલમાં તમામ માનવઅધિકારનું પાલન અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે.
પંજાબ નેશનલ બેન્ક (PNB)માં રૂ.૧૩,૦૦૦ કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. કોર્ટે ભારતની વિનંતી પર બેલ્જિયમ સત્તાવાળાઓ દ્વારા ચોક્સીની ધરપકડને માન્ય ગણાવી છે, જે ભારતના કેસ માટે એક મજબૂત સમર્થન ગણાય છે. જોકે, ચોક્સી પાસે હજુ પણ બેલ્જિયમની ઉપરી કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.

