ત્રણ વર્ષ બાદ મીરા-ભાયંદર થી નરિમાન પોઇન્ટ વચ્ચેનું અંતર ફક્ત અડધા કલાકમાં પાર કરાશે

Latest News આરોગ્ય કાયદો દેશ

દહિસરથી ભાયંદર વચ્ચે બની રહેલા કોસ્ટલ રોડ આડે માટે રાજ્ય સરકારે ક્રેન્દ્રીય મિઠાગર મંત્રાલય પાસેથી જમીનનું હસ્તંતર કરતા મોટો અવરોધ દૂર થયો છે. આગામી ત્રણ વર્ષમાં આ રોડ તૈયાર થઈ જતા કોસ્ટલ રોડ માર્ગે નરિમાન પોઈન્ટથી મીરા-ભાયંદર વચ્ચેનું અંતર ફક્ત અડધા કલાકમાં પાર કરી શકાશે.
રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી કેન્દ્રીય મીઠાગર મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે ફોલો-અપ ચાલી રહ્યું હતું, તેને કારણે દહિસર-ભાયંદરના ૬૦ મીટર રસ્તામાંથી ૫૩.૧૭ એકર જગ્યા કેન્દ્રીય મિઠાગર મંત્રાલયે રાજ્ય સરકારના માધ્યમથી મીરા-ભાયંદર મહાનગરપાલિકાને હસ્તાંતર કરવાને માન્યતા આપી છે. તેથી દહિસરથી ભાયંદર અને આગળ વસઈ-વિરાર તરફ જનારો રસ્તો તૈયાર થનારા માર્ગને આડેથી અડચણ દૂર થઈ છે.
મુંબઈ મહાનગરપાલિકાના માધ્યમથી કોસ્ટલ રોડ ઉત્તન સુધી જવાનો છે ત્યાંથી દહિસર-ભાયંદર આ ૬૦ મીટરનો પહોળો રસ્તો ભાયંદરના સુભાષચંદ્ર બોઝ મેદાન સુધી આવીને ત્યાંથી વસઈ-વિરાર આ બે શહેરને જોડશે. આ રસ્તાની ટેન્ડર પ્રક્રિયા આ પહેલા જ શરૂ કરવામાં આવી હતી.
આ કામ એલ એન્ડ ટીને સોપવામાં આવ્યું હોઈ આગામી ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થશે. તે માટે થનારો ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ મુંબઈ મહાનગરપાલિકા કરવાની છે. કોસ્ટલ રોડ ઉત્તનથી વિરાર તરફ જતા દરિયાકિનારા પરથી જનારો રોડ હોઈ તેની સામે કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
જોકે રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ તેમણે રાખેલી માગણીઓને માન્યતા આપ્યા બાદ પ્રોજેક્ટ આગળ વધ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *