મુંબઈના વરલી વિસ્તારમાં સુરક્ષા માટે તૈનાત કોન્સ્ટેબલ દત્તાત્રેય કુંભાર (૫૨) અને મહિલા પોલીસકર્મી રિદ્ધિ પાટીલને મંગળવારે સવારે એક કારે ટક્કર મારી હતી. બંનેને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, કુંભારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે મહિલા પોલીસકર્મી રિદ્ધિ પાટીલ સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કેસમાં, આરોપી ડ્રાઇવર રામચંદ્ર રાણે (૪૬) ને તેની કાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કુંભાર અને પાટીલ બંનેને મંગળવારે સવારે વરલી વિસ્તારમાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ભયાનક અકસ્માત સવારે ૭.૪૫ વાગ્યાની આસપાસ વરલી-બાંદ્રા સી બ્રિજ અને કોસ્ટલ રોડ પાસે થયો હતો. આ અકસ્માત પછી, કોન્સ્ટેબલ કુંભારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે પાટીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને વરલી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા.
કુભાર અને પાટિલને ટક્કર મારનાર કારના ડ્રાઇવર રામચંદ્ર રાણેને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને આ સંદર્ભમાં કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રાઇવરની તબીબી તપાસ પણ કરવામાં આવશે. રાણેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.

