વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થયેલ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની વિરુધ્ધમા ગુનો દાખલ કરેલ છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૧.૩૦ વાગ્યે વિરારની રામુ કમ્પાઉન્ડના સ્વામી સમર્થ નગરમાં ૪ માળ ધરાવતા રામાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. કે ૨૦૧૨માં બનેલી આ ઇમારત સંપૂર્ણ ગેરકાયદે હતી. આ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો જ્યારે બે લોકોનો આબાદ બચાવ થયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ બચાવકાર્યમાં જોડાઈ છે, અને પોલીસે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (ેવીવીએમસી)ની ફરિયાદના આધારે બિલ્ડરની વિરુધ્ધમા ગુનો દાખલ કરેલ છે.
ઘટનાને વધુ સમય વીતી ગયો હોવા છતાં, બચાવ કાર્ય હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં ૨૬ લોકોનો પતો લાગ્યો છે, જેમાંથી ૧૭ લોકોનાં મોત થયું છે, એક ઘાયલ છે, અને બે લોકો સુરક્ષિત બહાર આવ્યા છે. શરૂઆતમાં સાંકડા વિસ્તારને કારણે કાટમાળ હાથથી હટાવવો પડ્યો, પરંતુ હવે ભારે મશીનોની મદદથી કામ ઝડપથી થઈ રહ્યું છે. કાટમાળ નીચે હજી પણ લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલિકાના સૂત્રોએ જણાવ્યુ છે કે ઇમારતનો ભાગ જે ચાલી પર પડ્યો તે ખાલી હતી, જેનાથી મોટું નુકસાન ટળ્યું છે. આસપાસની અન્ય ચાલીઓને પણ ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રામાબાઈ એપાર્ટમેન્ટમાં કુલ ૫૦ ફ્લેટ હતા, જેમાંથી ૧૨ ફ્લેટ ધરાશાયી થયેલા ભાગમાં હતા. આ ગેરકાયદે ઇમારતના ધ્વંસથી ઘણા પરિવારો બેઘર બન્યા છે. પ્રભાવિત લોકોને હાલ ચંદનસર સમાજમંદિરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને ખોરાક, પાણી, દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સમસ્યા અને નગરપાલિકાની દેખરેખ પર પ્રશ્નો ઊભા કર્યા છે.

