મરીન ડ્રાઇવ પર નરીમાન પોઈન્ટ નજીક દરિયામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં હંમેશા લોકોની અવર-જવર રહે છે. પોલીસે ૨૪ વર્ષીય મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો છે અને તેને શબપરીક્ષણ માટે મોકલી આપ્યો છે. યુવતીના ચહેરા પર પણ ઇજાઓ મળી આવી હતી.
સોમવારે નરીમાન પોઈન્ટ નજીક દરિયામાં ૨૪ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી મળતાં કફ પરેડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીએ કાળુ ટી-શર્ટ પહેરેલ હતુ.
પોલીસે આપેલી માહિતી મુજબ, યુવતીનું નામ મનીતા ગુપ્તા છે. તેના ચહેરા પર ઈજાઓ હોવાનું જાણવા મળ્યું છે. ૨૪ વર્ષીય મનીતા ગુપ્તા રવિવાર (૨૪ ઓગસ્ટ) થી ગુમ હતી. કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેની શોધ ચાલુ હતી ત્યારે લાશ મળી આવી હતી.
મનિતા ગુપ્તાએ આત્મહત્યા કરી હતી કે પછી તેની સાથે કોઈ અકસ્માત થયો હતો, તેના મૃતદેહ મળ્યા બાદ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પોલીસે તેના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલી આપ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઓટોપ્સી રિપોર્ટ બાદ મનિતાના મૃત્યુ અંગે કેટલીક વિગતો બહાર આવશે.

