મુળી તાલુકાના ધોળીયા ગામના સરકારી સર્વે નંબરની જમીનમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાની ચોક્ક બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદારની સંયક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ સાત કૂવા ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી ૪-ટ્રેકટર, ૧-કંમ્પ્રેસર, ૬-ચરખી સહિત કુુલ રૂા.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને મુળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઝડપાયેલા કૂવાઓ પૈકી ચાર કૂવામાંથી ૩૮ જેટલા મજૂરને પણ સહિ સલામત બહાર કાઢી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તંત્રની ગેરકાયદેસર કૂવાઓમાંથી કાર્બોસેલનું ખનન કરનાર ત્રણ ખનન માફિયા સામે કાર્યવાહી હાથ ધરી છે.
મુળીના ધોળીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પર ચેકિંગ દરમ્યાન એક કૂવાની અંદર ખોદવામાં આવેલા સુરંગમા તપાસ કરતા તેની અંદરથી મીની ટ્રેકટર દ્વારા ખનન થતું હોવાનું જણાઈ આવ્યું હતું અને મીની ટ્રેકટર સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.
(૧) અમકુભાઈ થરેશા (રહે.ધોળીયા,તા.મુળી)
(૨) સુનલભાઈ હનાભાઈ ફીચડીયા (રહે.પલાસા, તા.મુળી)
(૩) ભરતભાઈ ગોવિંદભાઈ સરલા (રહે.પલાસા તા.મુળી)

