દેશભરમા અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું શનિવારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. ૧૦ દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી,
મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં ૬,૫૦૦ મોટા મંડળ અને ૧.૭૫ લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.મુંબઈની શેરીઓમાં આજે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગૂંજી ઊઠ્યા હતા, જ્યારે બાપ્પાની ઝલક મેળવવા માટે શહેરોમાં ભક્તોની મોટી સંખ્યા જોવા મળી હતી
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે મુંબઈમાં ૨૧,૦૦૦ પોલીસ કર્મચારી તહેનાત રાખવામાં આવ્યા હતા, જ્યારે વિસર્જનના રુટ પર પોલીસ પ્રશાસન દ્વારા નજર રાખવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈના જાણીતા લાલબાગચા રાજાનું પણ આ વર્ષે લોકોમાં વિશેષ આકર્ષણ રહ્યું હતું અને ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપવા લોકો પહોંચ્યા હતા, જ્યાં લોકોએ પુઢચ્યા વર્ષી લવકર યા કહીને વિદાય આપી હતી.
દરિયાકિનારી સુરક્ષાની સાથે વિદાય માટે ૧૧૭૫ સ્ટીલ પ્લેટ બેસાડવામાં આવી હતી, જેથી મૂર્તિઓ ફસાય નહીં, જ્યારે ૪૨ ક્રેન તહેનાત કરી હતી. મહારાષ્ટ્રમાં પુણે, નાશિક, નાગપુર, કોંકણ સહિત અન્ય શહેરોમાં પણ વાજતેગાજતે બાપ્પાની વિદાય કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ આવતા વર્ષે એટલે કે ૨૦૨૬માં ગણેશચતુર્થી ૧૪મી સપ્ટેમ્બર સોમવારના આવી રહી છે, જ્યારે વિસર્જન એટલે કે અનંત ચતુર્દશી ૨૫મી સપ્ટેમ્બરના કરવામાં આવશે. એટલે ભક્તોને ૧૮ દિવસ વધુ રાહ જોવી પડી શકે છે

