આણંદ જિલ્લાના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મંગળવારે વરસાદનું જોર નહિવત જોવા મળ્યું હતું. હવામાન ખાતાની આણંદની કચેરીના તા. ૨૯મી જુલાઈના સવારના રિપોર્ટ મુજબ આણંદ જિલ્લામાં સરેરાશ ૨૪.૨૨ ઈંચ (૬૦૫.૩૮ મિ.મી.) જેટલો વરસાદ પડી ગયો છે. જેમા સૌથી વધુ બોરસદ તાલુકામાં ૭૯૫ મિ.મી. અને સૌથી ઓછો ઉમરેઠમાં ૩૭૩ મિ.મી. વરસાદ પડયો છે. જ્યારે તારાપુરમાં ૬૩૨, સોજિત્રામાં ૫૨૫, આણંદમાં ૬૮૧, પેટલાદમાં ૬૪૭, ખંભાતમાં ૬૮૦ અને આંકલાવ તાલુકામાં ૫૧૦ મિ.મી. વરસાદ નોંધાયો છે. ચોવીસ કલાક દરમિયાન ઉમરેઠમાં બે અને આણંદમાં એક મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ..
આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ ૨૪.૨૨ ઈંચ વરસાદ પડી ગયો છે. જેમાં બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૧.૮ ઈંચ, સૌથી ઓછો ઉમરેઠમાં ૧૪.૯૨ ઈંચ વરસાદ નોંધાયો છે.
