પાણીજન્ય રોગના કેસમાં વધારો ૨૫, ઝાડા ઉલટીના ૭૦૦થી વધુ કેસ નોંધાયા….

Latest News આરોગ્ય કાયદો ગુજરાત

જુલાઈ મહીનામાં અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે.કોલેરાના ૨૬ દિવસમાં ૨૫ કેસ નોંધાયા છે.ઝાડા ઉલટીના ૭૦૩ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપાતા પાણીમાંથી લેવામા આવેલા ૭૯ સેમ્પલ પીવાલાયક નહતા. ૭૫ સેમ્પલમા કલોરીન નીલ હતુ.

પ્રદુષિત પાણી, ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ગંદકી જેવા કારણોને લઈ શહેરના વિવિધ વોર્ડમાં કોલેરાના કેસ વધી રહયા છે.૨૬ જુલાઈ સુધીમાં વટવા વોર્ડમાં કોલેરાના ચાર, મકતમપુરા અને રામોલ-હાથીજણ વોર્ડમાં અનુક્રમે ત્રણ-ત્રણ, અસારવા,ઈસનપુર અને ઠકકરનગર વોર્ડમાં કોલેરાના બે-બે કેસ નોંધાયા હતા.સરસપુર-રખિયાલ, ખાડીયા, ગોમતીપુર,અમરાઈવાડી, સરદારનગર,સરખેજ,લાંભા,નિકોલ અને ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.ટાઈફોઈડના ૫૧૯, કમળાના ૪૧૩ કેસ નોંધાયા હતા.મેલેરિયાના ૮૯, ઝેરી મેલેરિયાના ૯, ડેન્ગ્યૂના ૭૫ કેસ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *