અંડરપાસ જળબંબાકાર : છાણી-બાજવા અને છાણી-સોખડા

અંડરપાસ જળબંબાકાર : છાણી-બાજવા અને છાણી-સોખડા
અંડરપાસ જળબંબાકાર : છાણી-બાજવા અને છાણી-સોખડા

ચોમાસાની શરૃઆત થતાં જ રેલવે અંડરપાસોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. વરસાદ વરસતાં અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દર વર્ષે ચોમાસામાં અલકાપુરી, પ્રિયલક્ષ્મી મિલ, જેતલપુર બ્રિજ અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલા રેલવે અંડરપાસોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. હાલમાં છાણી-બાજવા અને છાણી-સોખડાને જોડતા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

અપક્ષ કાઉન્સિલરનું કહેવું છે કે છાણી-બાજવા અંડરપાસ પર ઓવરબ્રિજ બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કારણસર આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ ઓવરબ્રિજ જ છે. છાણી-બાજવા અંડરપાસ ખાતે ત્રણ પંપ મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે, જ્યારે છાણી-સોખડા અંડરપાસ ખાતે એક પંપ દ્વારા પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી છે. એમણે વધુમાં ઉમેર્યું કે છાણી-સોખડા અંડરપાસ ઉપરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી ત્યાં ઓવરબ્રિજ બનાવવો શક્ય નથી. તેથી આ સ્થળે વરસાદી પાણીના નિકાલ માટે નજીકમાં વરસાદી કાંસ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...